રાજુલામાં ઝરમર વરસાદ શ‚ થયેલ હતો જે ૩-૪ વાગ્યે ધીમીધારે જોરદાર વરસાદ વરસવાનું શરૂ થયેલ છે. આ વરસાદ રાજુલા શહેર ઉપરાંત, મોટા આગરીયા નાના આગરીયા, ભેરાઈ, ભયાદર, છતડીયા, વડ, વિકટર, દાતરડી વિગેરે દરિયા કાંઠાનાને સા.કુંડલા સાઈડના તથા લગભગ તમામ ગામોમાં જોરદાર વરસાદ પડવાથી નદી નાળા છલકાઈ ગયેલ છે.જેમાં નાના ભૂલકાથી માંડીને મોટા લોકો પાણીની મજા માણી રહ્યા છે.
જયારે રાજુલા શહેરમાં પણ વરસાદ ને કારણે નિચાણ વાળા વિસ્તારોમાં અને કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાના બનાવો બનવા પામેલ છે. રાજુલા જાફરાબાદને પાણી પૂરૂ પાડતો ધાતરવડી ૧ ડેમમાં ૧ થી ૧॥ફૂટ પાણી આવેલ છે. અને કૂલ સપાટી ૩૪ ફૂટમાથી ૧૫ ફૂટ થયેલ છે.