ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ રાજકોટમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્પીપાએ 4 ઓગસ્ટે લેવાનાર પોતાની પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખી છે.
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીધ પરીક્ષા 2020નાં પ્રશિક્ષણવર્ગ માટે 4 ઓગસ્ટ રવિવારના રોજ પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે લેવવામાં આવી હતી. પણ વડોદરામાં હાલમાં જ પૂરની સ્થિતિ જોવા મળ્યા બાદ, રાજકોટમાં પણ 8 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે.. હવે આગામી પરીક્ષાની તારીખ અંગે સ્પીપા અને ઓજસની વેબસાઈટ પર જાણ કરવામાં આવશે.