ભારે વરસાદને કારણે ૧૦ થી વધુ ટ્રેનને રદ-ડાયવર્ટ કરાઇ જયારે ૧૦ જેટલી ફલાઇટ રદ કરાઇ, વરસાદ ને પગલે માર્ગ, રેલ અને હવાઇ સેવાને ભારે અસર
મુંબઇમાં ભારે વરસાદથી ટ્રેન સેવા ખોરવાઇ ગઇ છે. જેમાં અમદાવાદ વિભાગની ટ્રેનોને રદ કરવા ટુંકાવવા કે પરિવર્તિત માર્ગેથી દોડાવવાની ફરજ પડી હતી. જેમાં અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ, જયપુર બાંન્દ્રા ટર્મિનલ અમદાવાદ ચેન્નાઇ સેન્ટરલ, રાજકોટ-સુરતને પરિવર્તીત માર્ગેથી દોડાવાઇ હતી. જોધપુર બાન્દ્રા સૂર્યનગરી એકસપ્રેસ અને બાન્દ્ર જોધપુર એકસપ્રેસને આંશિક રુપે રદ કરાઇ છે. જેના કારણે મુસાફરોને હાલાકીમાં મુકાઇ ગયા હતા.
બાન્દ્રા દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એકસપ્રેસ તેના નિર્ધારીત સમય કરતા બે કલાક મોડી ઉપડી હતી જેના કારણે આ ટ્રેનના મુસાફરો બે કલાક સુધી અટવાયા હતા. કચ્છ એકસપ્રેસના મુસાફરો માટે ફુડ પેકટ વ્યવસ્થાન કરાઇ હતી. બાન્દ્રા બિકાનેર, હરિદ્વાર મેલ, બાન્દ્રા દિલ્હી સરાયા રોહિલ્લા, પુને જયપુર, જયપુર પુને પુને ઇન્દોર સહીતની ટ્રેનો રદ કરાઇ હતી તેમજ આંશિક રદ કરી દેવામાં આવી હતી. મુંબઇમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા ટ્રેનોને વિવિધ સ્ટેશનો રોકી દેવામાં આવી હતી.
મહત્વનું છે કે મુંબઇમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે મુંબઇથી અમદાવાદ આવતી ૧૦ ફલાઇટને રદ કરાઇ છે. આ સાથે મુંબઇથી ઉડાન ભરતી અન્ય ફલાઇટોમાં ર૦ ફલાઇટ રદ કરાઇ છે. જયારે ર૮૦ ફલાઇટમાં વિલંબ થશે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે જેના પગલે માર્ગ, રેલવે અને હવાઇ સેવાને ભારે અસર થઇ છે.