મોરબીમાં ફરી મેઘરાજા સક્રિય થતા સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે જિલ્લાની અનેક નદીઓમાં ભારે પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે ફુલકી બે કાંઠે વહેતી જોવા મળી હતી.
ફુલકી નદીમાં ઘોડાપુર આવતા જામનગર-માળીયા હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જેને કારણે જામનગર માળીયા હાઇવે પર ટ્રકોના થપ્પા લાગ્યા હતા. તેમજ આ કોઝ વે પર ઓવર બ્રિજનુ કામ સમયસર પૂર્ણ ન થતાં ચાલુ વરસાદી સીઝનમાં બીજી વખત વાહન વ્યવહાર ખોરવાયો છે અને આજુબાજુના ગામના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.