માનવ કલ્યાણ એન્ડ ખાદી ગ્રામઉઘોગ ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી
માનવ કલ્યાણ એન્ડ ખાદી ગ્રામ ઉઘોગ ટ્રસ્ટ દ્વારા રાજકોટના ર૬ જેટલા પોઇન્ટ ઉપર ટ્રાફીક પોલીસનું ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યુ હતું. તથા આવી કાળઝાળ ગરમીમાં કામગીરી કરતા હોવાથી તેમને સંસ્થા દ્વારા લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. આવી સરહાનીય કામગીરી બદલ ટ્રાફીક પોલીસે સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન માનવ કલ્યાણ એન્ડ ખાદી ગ્રામ ઉઘોગ ટ્રસ્ટના પેસિડેન્ટ નરેન્દ્ર પંડયાએ જણાવ્યું કે રાજકોટના ૨૬ જેટલા ટ્રાફીક પોઇન્ટ ઉપર અમે ટ્રાફીક પોલીસને ગુલાબ આપી સન્માન કરીશું તથા આવી કાળ ગરમીમાં તેમની કામગીરી બદલ તેમને લીબું શરબત પીવડાવવામાં આવ્યું છે. આવા તડકામાં તેઓ ૧૦થી ૧ર કલાક ઉભા રહી ને પોતાની ફરજ બજાવતા હોય છે. તેથી અમે તેનો આભાર માનીશું વધુમાં જણાવ્યું કે તેઓ ઘણા સમયથી આવી અનેક પ્રવૃતિઓ કરીએ છીએ. આવતા સમયમાં એજયુકેશનના ઘણા બધા કેમ્પ કરવાના છીએ. તથા જરુરીયાત મંદ છોકરીઓને ફિમાં બ્યુરી પાર્લરના કોર્ષ કરાવીએ છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન કોન્સ્ટેબલ ટ્રાફીક શાખા રાજકોટ શહેરના બાબુસાએ જણાવ્યું કે માનવ કલ્યાણ અને ખાદીગ્રામ મનસુરસા ઉઘોગ ટ્રસ્ટ તરફથી ટ્રાફીક પોલીસ આવકારવામાં આવ્યા છે. તેનાથી અમને ખુબ જ આનંદ થયો છે અને રાજકોટ ટ્રાફીક પોલીસને પહેલી વખત આવી રીતે આવકાર્યામાં આવ્યા છે. તેથી ખુશ છીએ. વધુમાં જણાવ્યું અત્યારે ર૯મો માર્ગ સલામત સપ્તાહ ચાલી રહ્યો છે. પોલીસ કમિશ્નર આઇપીએસ અનુપમસિંહ ગેહલોત આઇપીએસ જોઇન્ટ કમીશ્નર ભાટ્ટીસર તથા ટ્રાફીક એસીપી ઝાલા આ બધા દ્વારા ટ્રાફીકના નિયમો અને ટ્રાફીકના પાલનો માટે સારી એવી કામગીરી અને સારું એવું ઘ્યાન આપી રહ્યા છે. અને જનતા ને પણ મારી એક અપીલ છે કે ટ્રાફીક નિયમોનું પાલન કરી અને શેઇફ ડ્રાઇવીંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com