દિલ્હીમાં ગુરુવારે સવારે ભારે ધુમ્મસને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર સવારે 7.30 વાગે એક પણ વિમાને ઉડાન ભરી ન હતી. આ ઉપરાંત આવનારા વિમાનોને પણ ડાઈવર્ટ કરાયા હતા. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં બુધવારે વર્ષની પહેલી હિમવર્ષા થઈ હતી, જેથી એક-બે દિવસોમાં મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર છે.

foggy weather nairobi

પ્રવાસી સ્થળ ગુલમર્ગમાં સવારે 8.8મિમી અને કુપવાડામાં 7.4 મિમી હિમવર્ષા થઈ હતી. જેના કારણે શ્રીનગરોનો પારો 4.2 ડિગ્રી ગગડીને શૂન્ય ડિગ્રી પહોંચી ગયો હતો. કારગિલમાં પારો માઈનસ 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

લદાખમાં તાપમાન માઈનસ 12.4 ડિગ્રી રહ્યું હતુ. ઓડિશામાં પણ 10 જગ્યાએ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયુ હતું. તેલંગાણામાં ઓરેન્જ અને આંધ્રપ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.