૪૨ ડિગ્રી તાપમાનમાં ભૂખ્યા તરસ્યા બળદો, શહેરીજનોમાં કચવાટ
દામનગર શહેર ગૌવંશ બળદો ની દુર્દશા બેતાલીશ ડીગ્રી ના તડકા માં ભૂખ્યા તરસ્યા બળદો ને જોઈ દિલ દ્રવી ઉઠે તેવી દયનિય હાલત માં દિવસો સુધી બાંધી રાખતા બળદો ની લાચાર સ્થિતિ જોવા મળી રહી છે. માલિકો ની બેશુમાર પ્રગતિ ના પર્યાપ્ત હજારો મેગાવોટ ઉર્જા ના સ્ત્રોત બળદો ની શક્તિ નો લાભ મેળવી સ્વાર્થી માલિકો મામુલી રકમ માં બળદો ને વેચી દેતા તેના ખરીદારો બળદો ને ભૂખ્યા તરસ્યા ૪૨ડિગ્રી તડકા બાંધી રાખતા જીવદયા પ્રેમી ઓ માં કચવાટ પ્રશાશનિક સ્થાનિક તંત્ર ની ધોર બેદરકારી અને પશુકલ્યાણ માટે સરકાર ની બજેટ જોગવાઈ તેના માટે કાયદાઓ તંત્ર પછી પણ ગૌવંશ ની લાચાર સ્થિતિ કેમ ? ગૌવંશ ની ઉર્જા નો બેશુમાર ઉપયોગ કરી સમૃદ્ધિ ના શિખરો સર કરનાર બળદો ના માલિક મામુલી રકમ માં બળદો ને વેચી સ્વાર્થી સ્વેફિશ સ્વંયમ ની પ્રગતિ માં પુરોધ ગૌવંશ ની આવી દયનિય હાલત માટે જવાબદાર છે દામનગર શહેર માં ખુલ્લા મેદાન માં ૪૨ ડિગ્રી તડકા માં ભૂખ્યા તરસ્યા બળદો ને રાહદારી ઓ જોઈ વાર વાર કહે છે પાણી પાવ નિરણ નાખો પણ ખરીદારો તો એક પથ્થર ની માફક બાંધ્યા પછી છોડે છે ક્યાં ભારે પીડાતા બળદો ની લાચાર સ્થિતિ જોઈ અનેકો જીવદયા પ્રેમી ઓ અનેક વખત રૂબરૂ રજૂઆતો કરી ચુક્યા છે આવી ભયાનક પીડા ભોગવતા ગૌવંશ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે ખૂબ મોટી સંખ્યા માં બળદો ને કટાર બંધ બાંધી રાખતા ભૂખ્યા તરસ્યા ગૌવંશ માટે સ્વંયમ સહાનુભૂતિ ઉભી થઇ દિવસો સુધી રાહદારી ઓ ની નજરે બિહામણા દ્રશ્ય થી અનેકો જીવદયા પ્રેમી ઓ ભેગાથયા અને ગૌવંશ ની દયનિય હાલત અંગે ચિંતા કરતા સબંધ કરતા તંત્ર ને રજુઆત કરવા તજવીજ કરી હતી.