ખેતીના પાકને નુકસાન તો બીજી બાજુ મીઠા ઉત્પાદનનો ફાયદો

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૨૦૦ પરિવારો મીઠું પકવે છે

બે સપ્તાહમાં પાણી સુકાયા બાદ અગરીયા પરિવારજનો સાથે રણમાં પહોંચી જશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે સારા વરસાદના પગલે મીઠાનું ઉત્પાદન ૨૦ ટકા વધવાની શકયતા હોવાથી મીઠું પઠવતા અગરાયાઓ ખુશખુશાલ છે. બે સપ્તાહમાં પાણી સુકાયા બાદ અગરીયા પોતાના પરિવારો સાથે મીઠુ પકવવા રણમાં પહોંચી જશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચાલુ વર્ષે વરસવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૩૦ ટકા કરતાં પણ ચાલુ વર્ષે વધુ વરસાદ વરસ્યો છે ત્યારે બીજી તરફ જિલ્લાના ઉભા પાકો અને ખેતરો બેટમાં ફેરવાઇ જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને ખેડૂતોના ઉભા પાકો પાણી માં ગરકાવ થતા ઉભા પાકો બળી જવા પામ્યા છે નિષ્ફળ જવા પામ્યા છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના પગલે અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં પડેલ સારા વરસાદના પગલે ધાંગધ્રામાં આવેલ હલકુ ડેમ ઓવરફ્લો બનવા પામ્યો હતો ત્યારે આ ફલકુ ડેમનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામ માં આવેલ રણપ્રદેશ તરફ આગળ વધ્યું હતું જેના કારણે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા વિસ્તારમાં આવેલ કચ્છનું નાનું રણ બેટમાં ફેરવાઈ જવા પામ્યું હતું. જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખારાઘોડા રણમાં પણ સારો વરસાદ પડતા ગત વર્ષે આ રણમાં તમામ વર્ષો કરતા વધુ પાણીનો ભરાવો થવા પામ્યો છે ત્યારે જિલ્લામાં સારા વરસાદના પગલે ખેતીને નુકસાન છે ત્યારે બીજી તરફ સારા વરસાદના પગલે પાટડી તાલુકાના ખારાઘોડા ગામ ના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા અગરિયાઓ જિલ્લામાં ૧૩૦ ટકા કરતાં પણ વધુ વરસાદ ખાબકતા હાલમાં ખુશ નજરે પડી રહ્યા છે.

જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે રણમાં દર વર્ષે કરતા ૩૦ ટકા પાણીની વધુ આવક થવા પામી છે જેના કારણે હાલ પાટડી નું નાનું રણ બેટમાં ફેરવાઈ જવા પામ્યું છે ત્યારે બે સપ્તાહથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને ખારાઘોડા ગામ ના આજુબાજુ વિસ્તારમાં જે રણપ્રદેશમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો તે હવે સુકાવા લાગ્યું છે અને ત્યાંના અગરિયાઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે રણમાં બે સપ્તાહમાં આ જે વરસાદી પાણી ભરાયું છે તેનું બાષ્પીભવન થઇ જશે અને રણમાં જવાય તેવો ચોખ્ખો રસ્તો બે સપ્તાહમાં થઈ જશે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના ખારાઘોડા ગામ ના અગરિયાઓ ખાસ મુખ્ય વ્યવસાય તરીકે મીઠું પકડી અને સમગ્ર દેશમાં આ મીઠા ની આયાત કરી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવા પામતા અને રણમાં સારા વરસાદ અને સારું પાણી આવવાના કારણે ચાલુ વર્ષે ૨૦% મીઠાનું ઉત્પાદન વધશે તેવું ત્યાંના સ્થાનિક અગરિયાઓ દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે.

ઓક્ટોબરથી પરિવાર સાથે અગરીઆઓ રણમાં પડાવ નાખશે

IMG 20200909 105906

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાનું ગામ ગણાતું ખારાઘોડા એ સમગ્ર વિશ્વમાં મીઠા બજારમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને મીઠા ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ નો બીજો નંબર આવી રહ્યો છે. ત્યારે આ મીઠાનું ઉત્પાદન ખારાઘોઢા ગામના અગરિયાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જોડતું કચ્છનું નાનું રણ વિસ્તારમાં જઇને પાંચ માસ જેટલો સમયગાળો રણમાં પસાર કરીને ત્યાંના અગરિયાઓ દ્વારા મીઠું પકવીને સારી એવી આવક ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા પામતા ગત વર્ષે મીઠાના ઉત્પાદનના ૨૦ ટકાનો વધારો થવાની શક્યતાઓ અગરિયાઓ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલમા રણમાં પાણી ભરેલા છે તે ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં સુકાઈ જશે અને ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ ના અગરિયાઓ ઓક્ટોબર માસ ના પહેલા માસથી પોતાના પરિવાર સાથે મીઠું ઉત્પાદન કરવા માટે રણમાં પડાવ નાખશે એવું હાલ ત્યાના સ્થાનિક અગરીઆઓદ્વારા જણાવવામાં આવ્યું છે.

સરકાર ટેકાના ઉંચા ભાવે મીઠું ખરીદી કરે તો અગરીઆઓની આર્થિક સ્થિતિ સુધરે

IMG 20200909 105851

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ ના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ૧૨૦૦ પરિવાર ઓક્ટોબર માસથી રણમાં ઠંડી તડકો વેચીને પાંચ માસ જેટલો સમય ગાળો પોતાના પરિવાર સાથે બાળકો સાથે રણમાં વિતાવીને મીઠાનું ઉત્પાદન કરે છે ત્યારે ગત વર્ષે સારો એવો વરસાદ પણ વરસ્યો છે ત્યારે આ અગરીઆઓ ના મીઠા ઉત્પાદનમાં પણ ૨૦ ટકા નો વધારો થવાની હાલમાં શક્યતાઓ અગરિયાઓ દ્વારા જણાવવામાં આવી રહી છે.

ઉત્પાદન વધવા છતાં પણ અગરિયાઓને મીઠાના પુરા ભાવના આવતા હોવાના કારણે અગરિયાઓને આર્થિક રીતે પોતાની મહેનત મુજબ નું પણ હાલમાં વળતર મળી રહ્યું નથી પરંતુ પોતાનું જીવન ધોરણ ચલાવવા માટે અગરિયાઓ પાંચ માસ જેટલો સમયગાળો રણના આકરા તાપમાં સામે જુપડા બાંધીને પોતાના પરિવાર સાથે વિતાવીને મીઠાનું ઉત્પાદન કરી રહ્યા છે અને પોતાનું જીવન ધોરણ ચાલે એટલી આવક ઉપજાવી રહ્યા છે.

ત્યારે આ અગરિયાઓની મુલાકાત એ અનેક દિગ્ગજ નેતાઓ અવારનવાર આવ્યા છે થોડા માસ અગાઉ અગરિયાઓ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ અગરિયાઓની આર્થિક પરિસ્થિતિ અને જીવનધોરણ ઊંચું આવે તે માટે અને અગરીયાઓએ મીઠું પકવે છે તેના ભાવ પણ ઊચા આવે તે અંગે અગરિયાઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.