ધર્મેન્દ્ર બોલિવૂડમાં લગભગ ૧૦૦થી વધારે ફિલ્મો કરી ચુક્યા છે. એક્ટિંગ સિવાય તેઓ ધર્મેન્દ્ર પ્રોડક્શનમાં પણ ઉતર્યા છે. જોકે, હવે એવું લાગે છે કે તેઓ ગ્લેમર દુનિયાની ઝગમગને પસંદ નથી કરી રહ્યા અને તેઓ આ બધાથી દૂર ગામડામાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ઓર્ગેનિક ઘઉંની ખેતી કરે છે ધર્મેન્દ્ર અને એવું નથી કે તેઓ માત્ર સંભાળ રાખવાનું કામ કરે છે, પણ પોતે ખેતીમાં મદદ કરે છે.
ધર્મેન્દ્રએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેઓ ગામમાં ખેતરમાં જાનવરો અને ખેતરો વચ્ચે નજરે પડે છે.ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં હાપુસ કેરી સો ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ એ કહેતા દેખાય છે કે પ્રેમી વાવ્યા હતા હવે તેનું ફળ ખાઈ રહ્યા છીએ. તેમનું કનેક્શન ગામ સાથો રહ્યું છે. કારણ કે ધર્મેન્દ્રનો જન્મ પંજાબમાં થયો છે. તેમનો જન્મ લુધિયાણાના નસરાલીમાં થયો હતો.
દિલ ભી તેરા હમ ભી તેરેથી ૧૯૬૦માં ડેબ્યુ કરીને ધર્મેન્દ્રએ કરિયરની શરુઆત કરી હતી, શોલે, સીતા, ગીતા, ડ્રીમગર્લ, જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમણે વર્ષ ૨૦૧૧માં દાદા સાહેબ ફાળકે રત્ન એવોર્ડ પણ મળ્યો હતો.ધર્મેન્દ્રની ઈન્સ્ટાગ્રામની તસવીરો એ વાતનો પૂરાવો છે કે, તેમણે જેટલો આનંદ ગ્લેમરસ દુનિયાનો ઉઠાવ્યો, તેનાી ઘણું વધારે નેચર વચ્ચે એન્જોય કરી રહ્યા છે.