લોધીકાની કરોડો પિયાના ખર્ચે નિર્માણ થયેલ ભુગર્ભ ગટર યોજનામાં ટેકનીકલ ખામીના પરીણામે ગંદા પાણીનો નિકાલ થતો ન હોય ગટરના પાણી રોડ ઉપર ફરી વળે છે અને લોકોના જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો મંડરાય રહ્યો છે. આ અંગે લોધીકા ગ્રામ પંચાયતે કરેલ રજુઆત મુજબ કોન્ટ્રાકટરની ટેકનીકલ ક્ષતિઓને પરીણામે હાલ ભુગર્ભ ગટરની કુંડીઓ લોક થયેલ છે. ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળે છે. હાલ સફાઈ કામનો કોન્ટ્રાકટ જીલ્લા પંચાયત દ્વારા આત્મીય ઈન્ફ્રા. ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવેલ છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવતી નથી.
ગામના મુખ્ય રોડ તથા શેરીઓમાં જેવા કે બસ સ્ટેન્ડની બાજુના વિસ્તાર, મુખ્ય ચોક વિસ્તાર, નદીકાંઠાનો વિસ્તાર વિગેરે વિસ્તારમાં અવાર-નવાર ગટરના ગંધાતા પાણી ફરી વળે છે. મચ્છરોનો ભયંકર ત્રાસ ફેલાયેલ છે. રોગચાળાનો ભય ખડો થયેલ છે. વધુમાં નદીકાંઠા પાસે આવેલ કુંડીઓ કોન્ટ્રાકટર દ્વારા તોડી પાડવામાં આવેલ છે જેથી ગંદુ પાણી નદીમાં ઠલવાઈ છે. અસહય ગંદકીનો ત્રાસ ફેલાયેલ છે. આ અંગે અવાર નવાર કોન્ટ્રાકટરને રજુઆત કરવા છતાં છેલ્લા એક વર્ષથી સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે.
આ અંગે યોગ્ય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા ફરજ પડશે તેની રજુઆત સરપંચ જેન્તીભાઈ વસોયા, ઉપસરપંચ રાહુલકુમાર જાડેજા, સદસ્ય કિશોરભાઈ પીપળીયા, મનસુખભાઈ ખીમસુરીયા, સંગ્રામભાઈ શિયાળ સહિતનાઓએ કરેલ છે.