કલબ યુવી વિમેન્સ વીંગ દ્વારા મહિલા દિન નિમિત્તે યોજાયો ‘હેલ્થ એન્ડ હેપીનેસ’ પ્રોગ્રામ: ૫૦૦થી વધુ બહેનોએ લાભ લીધો
રાજકોટ શહેરના ક્લબ યુવી વિમેન્સ વિંગ દ્વારા શહેરના પાટીદાર પરિવારના બહેનો માટે “હેલ્થ એન્ડ હેપ્પીનેસનો એક સેમિનાર યોજવામાં આવેલ, તેમાં પાટીદાર પરિવારના ડોક્ટર એવા ડો. આરતીબેન વાછાણી, ડો. પ્રિયંકાબેન સુતરીયા,અનેડો. મનીષાબેનમોટેરીયા એ સુંદર માર્ગદર્શન આપ્યું અને બહેનોના પશ્નોની ચર્ચાઓ કરી ઉકેલ લાવવામાં આવ્યો, પાટીદાર પરિવારના સિનિયર બહેનોના હાથે સેમિનારનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.
ડો. આરતીબેન વાછાણી જેઓએક ગાયનેક છે, તેમણે જણાવ્યું હતું કે આજની દોડધામભરી જીવનશૈલીમાં શારીરિક સ્વસ્થતાસાથે માનસિક સ્વસ્થતા ખુબ જ જરૂરી છે. અત્યારના યુગમાં થતા શારીરિક રોગો વધુ પડતા માનસિક તણાવ અને માનસિક અશાંતિને કારણે થાય છે, તેમણે જણાવ્યું હતું કે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તણાવ મુક્ત જીવન કેમ જીવવું, મનના રાગ, દ્વેષ, ગુસ્સા જેવા રોગથી કેમ દૂર રહેવું, જો મનથી સ્વસ્થ રહીશું તો શારીરિક ક્ષમતામાં વધારો થશે જ.
તો ડો.મનીષાબેન મોટેરીયા જેઓપણ એક ગાયનેક છે, તેમણે જણાવ્યું હતું કે અત્યારે સ્ત્રીઓને લગતા કેન્સરનું પ્રમાણ દેશમાં ખુબઝડપથી વધી રહ્યું છે. એમાં આપણી બેદરકારી, આળસ અને ગેરસમજ છે, તો એ છોડીને નિયમિત અને સમયસર ડોક્ટરનું ચેકઅપ કરાવવું જોઈએ જેથી કરીને કાંઈ પણ રોગ થતો અટકાવી શકાય.
ડો. પ્રિયંકા સુતરીયા જેઓ સ્કિન સ્પેશ્યલિસ્ટ છે, એમણે બહેનોને સુંદર સ્કિન માટે શુંશું કાળજી રાખવી, વાતાવરણથી વાળ અને સ્કિન પર શુખરાબ અસર થાય છે અને એની સંભાળ કેમ લેવી તથા આધુનિક યુગમાં જે ટ્રીટમેન્ટ થાય છે એ ક્યારે અને કોને કોને કરાવવી એ અંગે માહિતી આપી હતી.
ક્લબ યુવી વિમેન્સ વિંગમાં યુવા બહેનોની સાથે સાથે સિનિયર બહેનોની પણ સતત હાજરી રહે છે, સિનિયર બહેનોની પ્રેરણાથી જ ક્લબ યુવી વિમેન્સ વિંગની કોર કમિટી કામ કરી રહી છે. આ પ્રોગ્રામનું દીપ પ્રાગટ્ય ક્લબના મેમ્બર પૈકીના સિનિયર ૫ બહેનો જયાબેન કાલરીયા, શારદાબેન જાવિયા, શાંતાબેન હંસાલીયા, શ્રીમતી ગુણવંતીબેન કનેરીયા અને જ્યોત્સનાબેન વાછાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ક્લબ યુવી વિમેન્સ વિંગમાં કોર કમિટીના સભ્યો જોલીબેન ફળદુ, સોનલબેન ઉકાણી, દિપાલીબેન પટેલ, નિરીશાબેન લાલાણી, રુચિબેન મકવાણા, શિલ્પાબેન દલસાણીયા, ખ્યાતિબેન સુરેજા, શીતલબેન લાડાણી, શિલ્પાબેન કાલાવડિયા, નીપાબેન કાલરીયા, દીપ્તિબેન અમૃતિયા, શિલ્પાબેન સુરાણી સહિતના કાર્યરત છે.
આ કાર્યક્રમ ને સફળ બનવવા માટે સીમાબેન પટેલ, શીતલબેન હાંસલિયા, મિનલબેન પટેલ, નીપાબેન કાલરીયા તથા શ્રુતિબેન ભડાણીયા અને નિરીશાબેન લાલાણીએ સંચાલન કરેલ.તથા સમગ્ર પ્રોગ્રામનું માર્ગદર્શન અને સંચાલન વિમેન્સ વિંગના પ્રમુખ જોલીબેન ફળદુ એ કરેલ.