દ્વારકેશ ગ્રુપ દ્વારા વૈશ્ર્ણવો માટે ૧૩માં પૃષ્ટી નવવિલાસ રાસોત્સવનું આયોજન બાલાજી હોલ પાછળના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
પુજયપાત ગોસ્વામી ૧૦૮ કાલિંદી ઓઝા શ્રી નટવર ગોપાલ મહારાજશ્રીની અઘ્યક્ષતામાં યોજાઇ રહેલા કાર્યક્રમમાં વૈશ્ર્ણવો ભાઇઓ-બહેનો નિશુલ્ક ભાગ લઇ શકશે. રાસોત્સવો ૧૫ થી ર૦ હજાર લોકો એકી સાથે રાસ લઇ શકે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે રાસોત્સવની વિશેષતા છે.
કે તમામ સુવિધાઓ છતાં પ્રવેશથી લઇને નાસ્તો પણ નિશુલ્કપણે રાખવામાં આવ્યો છે. પારિવારિક અને ધાર્મિક વાતાવરણ જાળવી રાખવા માટે અષ્ઠ સખાના કિર્તનો અને માઁ જગદંબાના રાસે ખેલૈયાઓ ગરબે ધુમશે. કલાકારો તરીકે કમલેશભાઇ બાંગાવરા અને નરેશભાઇ નારીયા નિશુલ્ક સેવા આપશે વિલાસ હાલારીના રાસ ગરબા અને કિર્તનોનો લાભ દરેક વયની વ્યકિત લઇ શકે તેની તકેદારી લેવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા દાતા તરીકે મનસુખભાઇ સાવલીયા અને બીપીનભાઇ અડવાણી સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.