બે ટ્રેન રદ્, આઠ ટ્રેન આંશિક રદ્ રહેશે ત્રણ ટ્રેન મોડી પડશે

થાન રેલવે સ્ટેશન ખાતે ડબલ ટ્રેકની કામગીરી હાથ ધરવાની હોય આજથી બે દિવસ રેલ વ્યવહાર ખોરવાશે. બે ટ્રેન રદ્ કરી દેવામાં આવી છે. જ્યારે આઠ ટ્રેન આંશિક રદ્ કરી દેવામાં આવી છે. જ્યારે ત્રણ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી પડશે.

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામના કારણે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે આવતીકાલથી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહારને અસર થશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આવતીકાલે વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ રદ્ કરવામાં આવી છે.જ્યારે ભાવનગર-ઓખા એક્સપ્રેસ આજે ભાવનગરથી સુરેન્દ્રનગર ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઓખા – ભાવનગર એક્સપ્રેસ કાલે સુરેન્દ્રનગરથી ભાવનગર ચલાવવામાં આવશે, અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ કાલે અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ્ રહેશે. સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ કાલે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો  આજે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ કાલે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ આજે બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ કાલે સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત આવતીકાલે મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ મોડી પડશે. રીવા – રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ મોડી પડશે અને તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક મોડી પડશે.ઉક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ઉભી ન થાય.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.