મોટાભાગના મુસાફરોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું: રૂ.૩૫ લાખની વધારાની ઓનલાઈન બુકિંગની આવક

રાજકોટ એસટી નિગમની ગાડી હાલ ટોપ ગીયરમાં ચાલી રહી હોય તેવુ લાગી રહ્યું છે. દિવાળી તહેવાર નીમીતે રાજકોટ એસટી ડિવિઝને ૭ દિવસમાં ૨.૭૦ કરોડની આવક કરીને રેકોર્ડ નોંધ્યો છે. ખાસ તો આ વર્ષે રાજકોટ એસટી નિગમે ચાર રૂટ પર ૧૭ દિવસમાં નવી ૧૭ વોલ્વો શરૂ કરી છે.2 31 તેમજ રાજકોટથી સોમનાથ, દ્વારકા, ભૂજ, અમદાવાદ, પોરબંદર, ભાવનગર, આબુ, સુરત, બરોડા સહિતના રૂટ ઉપર દિવાળી તહેવાર નીમીતે ૫૦ થી પણ વધુ એકસ્ટ્રા બસો દોડાવી વધારાની આવક મેળવી છે.

ખાસ તો ઓનલાઈન યુગમાં મોટાભાગના મુસાફરોએ ઓનલાઈન ટીકીટ બુકિંગનો આગ્રહ રાખ્યો હતો અને રાજકોટ એસટી ડિવિઝનને ઓનલાઈન બુકિંગથી કુલ ૩૫ લાખની વધારાની આવક થઈ હતી. તેમજ જે એકસ્ટ્રા બસો દોડાવી હતી તેમાંથી કુલ ૨૯ લાખની વધારાની આવક ઉપજી હતી.3 18રાજકોટ એસટી ડિવિઝનના વિભાગનીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નીમીતે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત સોમવારથી જ નિગમ દ્વારા કુલ ૫૦ એકસ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું હતું જેની ૨૯ લાખની વધારાની આવક ઉપજી છે. તેમજ કુલ સાત દિવસની અંદર રાજકોટ એસટી નિગમને ૨.૭૦ કરોડની આવક થઈ છે. જે ખૂબજ સરાહનીય છે. મુસાફરોને કોઈપણ જાતની અગવળતા ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આવનારી ૨૦મી નવેમ્બર સુધી મોટાભાગના રૂટ પર ઓનલાઈન બુકિંગ થઈ ચૂકયું છે.

લીલી પરિક્રમા માટે ૩૦ એસટી બસો દોડાવાશેSt dines Jethvaરાજકોટ એસટી ડિવિઝન દ્વારા તહેવાર નીમીતે વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે ત્યારે દિવાળીનો તહેવાર પુરો થતાં જ હવે ગણતરીના દિવસોમાં જ લીલી પરિક્રમા શરૂ થશે ત્યારે એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે પણ લીલી પરિક્રમા માટે વધારાની ૩૦ બસો દોડાવવામાં આવશે અને આ ત્રીસેય બસ રાજકોટથી જૂનાગઢ અને જૂનાગઢથી રાજકોટ પરિક્રમા દરમિયાન દોડાવાશે અને વધારાની બસોથી એસટી નિગમને કુલ ૨૫ લાખથી પણ વધુની આવક થશે તેમ રાજકોટ એસટી ડિવિઝનના વિભાગનીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.