ગાંધીનગર હવામાન વિભાગ દ્વારા સાગર વાવાઝોડાની આગાહી કરવામાં આવતા સૌરાષ્ટ્રના સાગર કાંઠે સર્તકર્તાના ભાગરુપે સાગર ખેડુતોનુ દરીયો ન ખેડવા સુચનાો આપી દેવામા આવેલ છે. અને જે માચ્છીમારો હાલમાં દરીયામાં માચ્છીમારી કરવા માટે ગયા છે. તેને તાબીદે દરીયા કિનારે આવી જવા એલડ કરાયા છે. ઓખા બંદર પર બે નંબરનું સીગ્નલ દશાવી દેવામાં આવ્યું છે.
હાલમાં દેવભુમિ દ્વારકા જીલ્લાની કુલ ૬૨૪૫ બોટો પૈકી ૧૦૯૧ બોટો દરીયામાં માચ્છીમારી કરવા ગયેલ તેમાંથી મોટાભાગના બોટો પરત આવી ગયેલ છે. કોઇ જાનહાની કે મોટી નુકશાની ના કોઇ સમાચાર નથી. મત્સ્યોઘોગ દ્વારા માચ્છીમારોને ટોકન ઇસ્યુ ન કરવાના સુચનો અપાયા છે. જયાં સુધી સુચના ન અપાઇ ત્યાં સુધી દરીયો ખેડવા મનાઇ હુકમ બહાર પાડેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com