કલાકના ૧૩ કિમીની ઝડપે આગળ વધતા વાવાઝોડાથી ગુજરાતને નુકસાનની સંભાવના નહિવત છતાં તંત્ર એલર્ટ
અરબી સમુદ્રમાં નૈઋત્યના દિશામાં ડીપ ડીપ્રેશન સર્જાતા ‘મેકુનુ’ નામનું વાવાઝોડું કાર્યરત થયું છે. આ વાવાઝોડું કલાકના ૧૩ કિમીની ઝડપે હાલ ઓમાનના દરિયા કિનારે પહોંચ્યું હોય આ વાવાઝોડાથી ગુજરાતને નુકસાન થવાની સંભાવનાઓ નહિવત છે. આમ છતાં પાણીમાં જોવા મળતા કરન્ટને લીધે હવામાન ખાતા તેમજ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવ્યા છે અને ગુજરાતના દરિયાકિનારે મોટાભાગના બંદરો પર બે નંબરનું સિગ્નલ બતાવવામાં આવ્યું છે અને રાજયના માછીમારોને વાવાઝોડાનો ખતરો સંપુર્ણપણે ન ટળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સુચનાઓ આપવામાં આવી રહી છે.
દ્વારકામાં આવેલા રૂપેણ બંદરમાંથી પણ અનેક બોટો દરિયો ખેડવા ગયેલ હોય તેમને આ વાવાઝોડાના સંભવિત ખતરાને અનુલક્ષીને દરીયો ન ખેડવાની સુચનાઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે પરત બોલાવવામાં આવી રહી છે અને ધીરે-ધીરે રૂપેણ બંદરના દરિયાકાંઠે બોટો એકત્ર થઈ રહી છે. પાણીમાં જોવા મળતા કરન્ટને લઈને હાલમાં બંદર પરની બોટોને વાવાઝોડાનો ખતરો સંપૂર્ણપણે ન ટળે ત્યાં સુધી દરિયો ન ખેડવા પણ સુચનાઓ આપવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com