ધોરાજી વકીલ મંડળ દ્વારા અપાયુ બંધનું એલાન: જરૂર પડયે સુપ્રીમ કોર્ટમાં જવાની ધોષણા
ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષથી રોડ રસ્તા ધુળીયા માર્ગો કાદવ કિચડ કચરો ગંદકી ના પ્રશ્ર્ને પ્રજા ધોરાજી નગરપાલીકાના ભ્રષ્ટ સત્તાધીશોના ત્રાસથી વાજ આવીગઇ છે. ત્યારે ન્યાય મેળવવા માટે ધોરાજીની જનતાના વ્હારે ધોરાજી બાર એસો.ના વકીલોએ ધોરાજી નગરપાલીકા સામે કેશ કરી ન્યાયની પ્રક્રિયા હાથ ધરતા જાડી ચામડી ધરાવતા સત્તાધીશો કોર્ટના ડરથી ધોરાજી કોર્ટ બદલાવવા અરજી કરતા શહેરભરમાં ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી. અને લેઉઆ પટેલ સમાજ ખાતે મળેલ આગેવાનોની બેઠકમાં ધોરાજી નગરપાલીકા સામે તા.૧૮ને ગુરુવારે ધોરાજી બંધનું એલાન આપેલ હતું.
ધોરાજીના જમનાવડ રોડ ખાતે આવેલ લેઉવા પટેલ સમાજ પાર્ટી પ્લોટ ખાતે ધોરાજી શહેરના પ્રબુઘ્ધ નાગરીકોની વ્યથ બેઠક બોલાવવામાં આવેલ જેમાં ધોરાજી નગરપાલીકાના ભ્રષ્ટાચાર સામે રોષ પ્રગટ કરી તા.૧૧ ને ગુરુવારે ધોરાજી બંધનું એલાન આપેલ હતું.
જેમાં ધોરાજી વકીલ મંડળના લડત સમીતીના યુવા એડવોકેટ ચંદુભાઇ શિરોપા (પટેલ) એ વિશાળ જનમેદની ને સંબોધતા કરતા જણાવેલ કે ધોરાજીમાં રોડ રસ્તાના પ્રશ્ર્ને છેલ્લા ૪ વર્ષથી પ્રજા હેરાન થાય છે. ત્યારે અમોએ પ્રથમ ધોરાજી એસ.ડી.એમ. કોર્ટમાં ફરીયાદ કરી જેમાં દિવસ-૧૦માં રોડ રસ્તા સાફ સફાઇ કરવા બાબતે ચુકાદો આવેલ અને જો દિવસ-૧૦માં કાર્યવાહી ન કરે તો ૧૮૮ મુજબ પોલીસ કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો. બાદ ધોરાજી નગરપાલીકા દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરતા અંતે અમારે ધોરાજી વકીલ મંડળ દ્વારા ધોરાજી સેસન્સ કોર્ટમાં ધોરાજી નગરપાલીકા સામે કેસ કરવાની ફરજ પડી અને ધોરાજી કોર્ટએ ન્યાયક પ્રક્રિયા હાથ ધરતા ધોરાજી નગરપાલીકાના જાડી ચામડીવાળા સત્તાધીશો ધોરાજી કોર્ટને ચુકાદો આવે એ પહેલા કોર્ટ બદલાવવા અરજી કરી આ શું બતાવે છે.
ધોરાજીમાં તા.૧૮ને ગુરુવારે ધોરાજી બંધનું એલાન આપેલ છે.અંતમાં ચંદુભાઇ પટેલએ જણાવેલ કે પ્રજાના પૈસે તાગડધીનના કરતા સત્તાધીશોનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પાડવા અમે કોર્ટ સુધી અમારે લડવાની તૈયારી છે.
માનવ અધિકાર કમીટીના ચેરમેન બાબુલાલ જાગાણીએ જણાવેલ કે ધોરાજીમાં જન્મ લીધો એજ અમારો ગુન્હો… ધોરાજી નગરપાલીકા પ્રજા જોગ કામ નહી કરે તો ધોરાજી અચોકકસ સુધી ધોરાજી બંધનું એલાન આપેલ હતું. ધોરાજી વર્ષો સુધી લાલ પાણીના પ્રશ્ર્ને માંડ હાશકારો મળ્યો તો ધોરાજીમાં છેલ્લા ૪ વર્ષથી રોડ રસ્તા કાદવ કિચડના પ્રશ્ર્ને યાચના ભોગવી રહી છે. દરરોજ ૫૦ હજાર લોકો આ ધુળીયા રસ્તાનો ભોગ બને દે…. અત્યારે ભલે નગરપાલીકાને ના સત્તાધીશો ભ્રષ્ટ્રાચાર કરે… અમે કાયદાને ઘ્યાનમાં રાખી સત્તાધીશોને ઉલ્ટી કરાવી ને જ જંપીશું.ધોરાજી બાર એસોશી. ના પ્રમુખ વી.વી. વઘાસીયાએ જણાવેલ કે ધોરાજીના લોકો પાલીકાની ત્રાહીમામ પોકારી ગયા છે. ઘરની ધોરાજીના ખમીરવંતા નગરજનોએ આજે ફૈબાની જેમ થઇ ગયા છે જો તમે ફૈબાની જેમ રહેશો નો કોઇ ભાવ નહી પુછે કોર્ટ અને દવાખાનાથી લોકો દુર રહે પરંતુ આજે જુદુ થયું છે. ધોરાજી વકીલ મંડળ અને ધોરાજીના ડોકટરો પ્રજાના વ્હારે આવ્યા છે. જાહેરમાં પ્રજાના પ્રશ્ર્ને લડત આપી રહ્યા છે. શા માટે અમે કોઇ રાજકીય પક્ષના નથી પણ ૪-૪ વર્ષથી પ્રજા પરેશાન છે એટલે આગળ આવ્યા છીએ.
આ સાથે ગોરધનભાઇ બાબરીયા, તરુણભાઇ પટેલ ધોરાજીના પાલીકાના નિવૃત કર્મચારી બીપીનભાઇ દવે વિગેરેએ ધોરાજી નગરપાલીકાના સત્તાધીશો અને સંકલન સમીતી વિગેરે વિરુઘ્ધ જાહેરમાં ચાબખા માર્યા હતા. અને તા.૧૮ મે ને ગુરુવારે ધોરાજી બંધના એલાનમાં ધોરાજીની જનતાએ જોડાવવા જાહેર અપીલ કરેલ છે.