કોરોનાનું સંક્રમણ સત્તત વધી રહ્યું છે.આવામાં સાવચેતી જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે.રાજ્ય સરકાર કોરોનાને નાથવા સતર્ક બની છે.દરમિયાન કાલથી શરુ થતી ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન શિબિર મુલતવી રાખવાની જાહેરાત કરવાંમાં આવી છે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ભાજપમાં સમય સમય પર ચિંતનબેઠક કરવાની પરંપરા રહી છે.આ ચિંતનબેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા -વિચારણા કરવામાં આવતી હોય છે.
આગામી 21-22 નવેમ્બરનાં રોજ ભાજપની પ્રદેશની ચિંતનબેઠક પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિ માં થનાર હતી જેમાં નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, અને પ્રદેશ મહામઁત્રીઓ અને મુખ્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનાં હતાં .
આ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે. નવી તરીખોનું એલાન આગામી દિવસો માં કરાશે.
હાલ તો કોરોનાએ ફરી માથુ ઉચકતા પ્રદેશ ભાજપ દ્વારા મળનારી ચિંતન બેઠક મુલતવી રાખવામાં આવી છે આ બેઠક આવતીકાલથી શરૂ થનારી હતી જો કે કોરોના ફરી એકવાર ત્રાટકતા આ બેઠક હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.