સહિયર ગ્રુપના આયોજક સુરેન્દ્રસિંહ વાળાની જાહેરાત
કોરોના મહામારીએ છેલ્લા બે વર્ષથી જનજીવનને રગદોળી નાખ્યું છે. કોરોનાએ કહેર મચાવતા બે વર્ષથી લોકો ઉત્સવો પણ ઉજવી શકતા નથી. ચાલુ વર્ષે સરકારે માત્ર સાર્વજનિક ગણેશ ઉત્સવને જ મંજૂરી આપી છે તે સિવાય કોઈ જાહેર ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ છે ત્યારે આજરોજ સહિયર ગ્રુપના આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ પણ લોકોના હિતાર્થે આ વર્ષે અર્વાચીન ગરબા નહીં યોજવાનો નિર્ણય ર્ક્યો છે.
સહિયર ગ્રુપની આ જાહેરાતથી ખેલૈયાઓમાં નારાજગી પ્રવર્તી છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા આ નિર્ણય પણ યથાયોગ્ય છે.અનેક અર્વાચીન ગરબા આયોજકો આયોજનને મંજૂરી મળવા અંગે અવઢવમાં મુકાયા છે. ત્યારે ચાલુ વર્ષે સહિયર ગ્રુપના આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ આજરોજ અર્વાચીન ગરબા નહીં યોજવાની જાહેરાત કરી દીધી છે.