યુવાનોમાં વધતા માનસીક તણાવ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ થીમ પર આજે દુનિયાભરમાં થઈ રહેલી ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ની ઉજવણી

લોકોમાં માનસિક રોગો અંગે જાગૃતિ આવે તે માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ દ્વારા દર વર્ષે ૧૦મી ઓકટોબરને ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. એમાં પણ અલગ અલગ પ્રકાર અને અલગ અલગ ઉંમરમાં થતા માનસીક રોગો અંગે જાગૃતતા કેળવાય તે માટે દર વર્ષે અલગ અલગ થીમ પર ‘મેન્ટલ હેલ્થ ડે’ ઉજવવામાં આવે છે છેલ્લા થોડા વર્ષોથી યુવાનોમાં માનસીક તણાવનું પ્રમાણ વધ્યું હોય આ વર્ષે યંગ પીપલ એન્ડ મેન્ટલ હેલ્થ ઈન અ ચેન્જીંગ વર્લ્ડ થીમ પર મેન્ટલ હેલ્થ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આજે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ આ થીમ પર રાખીને યુવાનોમાંજ વધતા માનસીક તણાવ પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે.vlcsnap 2018 10 10 12h39m50s203 Copy

આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના જાણીતા મનોચિકિત્સક ડો.ભાવેશ કોટકે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ વર્ષે મેન્ટલ હેલ્થ ડે પર યુવાનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેનું કારણ એ છે કે યુવા પેઢી એ દેશની આવતી કાલ છે. યુવાનોને સતત જે સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. તેના વિશે જાગૃતીની જરૂર છે. યુવાનોની આજની લાઈફ સ્પર્ધાત્મક થઈ ગઈ છે. અભ્યાસથી લઈને પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબજ સ્પર્ધા વધી ગઈ છે.

ખાસ તો આ સ્પર્ધા અને સ્ટ્રેસનાં કારણે યુવાનો આત્મહત્યા પણ કરતા હોય છે. તો આ બાબત અત્યંત દુખદ છે.તેમ જણાવી ડો. કોટકે ઉમેર્યું હતુ કે પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે સતતને સતત સ્પર્ધામાં તેમને રહેવું પડે છે. ઉપરાંત હાલની નવી પેઢી મોબાઈલનો પણ વધારે યજ્ઞોઉપયોગ કરી રહ્યો છે. જેના કારણે તેમનો સમય પણ ખવાય છે.

સતત મોબાઈલમાં જ ગુંચવાયેલા રહેવાથી સ્ટ્રેસનું પ્રમાણ વધતુ હોય છે. સાથોસાથ આજનાં સમયમાં ફેમીલી કમ્યુનીકેશન પણ નબળુ થતુ જાય છે. તેમ ડો. કોટકે જણાવીને ઉમેર્યું હતુ કે આ બાબત બાળકો, યુવાનો અને તમામ લોકોની ભાવનાને અસર કરે છે. આજકાલનાં યુવાનોની સમસ્યા આ બાબત અસર કર્તા છે તો આ બાબત તરફ જાગૃતતાની ખૂબજ જરૂરીયાત છે.

આપણી આજુબાજુનાં યુવાનો છે તો એમની સમસ્યા શું છે. તેના પર પણ ધ્યાન દેવું જોઈએ અને તેમની સાથે લાઈવ સંબંધ વિકસાવવા જોઈએ તેમ જણાવી ડો. કોટકે અંતમાં કહ્યું હતુ કે આમ, વ્યકિતજ વ્યકિતને મદદરૂપ બને તો ‘વર્લ્ડ મેન્ટલ હેર્લ્થ’માં મોટુ યોગદાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.