૧ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ફરી ધરણા કર્યા બાદ રેલી કાઢીને મુખ્યમંત્રીને આવેદન
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-મોરબી તથા નડીયાદના આશરે ૫૦૦ રોજમદારોને લઘુતમ વેતન મુજબનો પગાર મળતો હતો. જે બંધ કરતા અને રીકવરીની નોટીસ કાઢતા સરકારી મજુર અધિકારી, મોરબી તથા નડિયાદ સમક્ષ ફરિયાદ કરી હતી. બોર્ડના સ્થાનિક અધિકારીઓનો સ્પષ્ટ અભિપ્રાય મુજબઅત્યાર સુધી લઘુતમ વેતન ચુકવવામાં આવ્યું છે.
નવો નાણા વિભાગનો જી.આર.આ રોજમદારોને લાગુ ન પડે તેમજ મજુર કમિશનર, ગુજરાત રાજ ગાંધીનગર સમક્ષ અર્થઘટના કરાવતા લઘુતમ વેતનધારો ૧૯૪૮ લાગુ પડે છે અને આ રોજમદારોને જે કામ કરે છે તેઓને તા.૨૬/૧૨/૨૦૧૪ થી લાગુ પાડવામાં આવેલ લઘુતમ વેતન નોટીફીકેશન મુજબ રોજુ ચુકવવું જોઈએ તેમ છતાં આનો અમલ ન કરતા તેમજ અવારનવાર બોર્ડના અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી આનો અમલ કરવા માંગણી કરવા છતાં નિકાલ લાવવામાં ન આવતા ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેએ પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરના સભ્ય સચિવ તુષાર ધોળકિયા તથા મુખ્ય વહિવટી અધિકારી ચાવડાને પત્ર લખી માંગણી કરેલ છે કે આનો નિકાલ લાવવામાં નહીં આવે તો મોરબી તથા નડીયાદના રોજમદારો પ્રથમ સ્થાનિક જગ્યાએ તા.૮ને ગુરુવારના રોજ ધરણા કરશે ત્યારબાદ તા.૧ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે બોર્ડની કચેરી સામે ધરણા કરી ત્યારબાદ રેલી કાઢી મુખ્યમંબી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર આપી મજુર કમિશનર, ગુજરાત રાજય બન્ને અધિકારીઓ સામે લઘુતમ વેતનના ભંગ બદલ ફોજદારી કેઈસ દાખલ કરવા પરવાનગી આપે તેવી માંગણી કરશે.