નાનાં બાળકો ઓબીસ એટલે કે મેદસ્વી હોય તો આજે પણ તેમને લોકો હેલ્ધી માને છે જે એક મોટી ભૂલ છે. બાળકોમાં રહેલી ઓબેસિટી તેમને એટલું જ નુકસાન કરે છે જેટલું એક વયસ્કમાં રહેલી ઓબેસિટી. આ રોગ નાનપણી તેમનામાં કોલેસ્ટરોલનો પ્રોબ્લેમ વધારે છે તા ગ્લુકોઝના ઇનટોલરન્સ અને હાઈ બ્લડ-પ્રેશરને પણ આમંત્રે છે. આ બધા જ પ્રોબ્લેમ તેને હાર્ટ-ડિસીઝ તરફ ધકેલી શકે છે. આ બાબતે જાગૃત વાની જરૂર છે
આજકાલ બાવીસી પચીસ વર્ષની યુવાન વયે લોકોને હાર્ટ-અટેક આવવા લાગ્યા છે. ૩૦ વર્ષની ઉંમરે પહોંચીને લોકો બાયપાસ સર્જરી કરાવવા લાગ્યા છે. ૩૫ વર્ષના માણસને હાર્ટ-અટેક આવ્યો હોય એ સાંભળીને લોકોને હવે નવાઈ ની લાગતી. એક સમય હતો કે હાર્ટ-અટેક પંચાવન વર્ષની ઉંમર પછી જ લોકોને આવતો હતો, પરંતુ આજે એવું રહ્યું ની. આમ તો આ પરિસ્થિતિ પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો છે, પરંતુ એક ખૂબ જ મહત્વનું કારણ છે નાનપણમાં આવતી મેદસ્વિતા. મેદસ્વિતા એટલે કે ઓબેસિટી.
નાનાં ભૂલકાંઓ આજે આ રોગનો ભરપૂર માત્રામાં ભોગ બની રહ્યાં છે. બાળક નાનું હોય ત્યારે મસ્ત ગબલું દેખાતું હોય તો બધાને ખૂબ ગમે, પરંતુ આવું બાળક એટલે એક વર્ષી નીચેનું બાળક. જ્યારી બાળકને ચાલતાં આવડી જાય પછી એ આવું ગબલું-ગોળમટોળ ન હોઈ શકે. એનું દેખીતું કારણ એ છે કે બાળકની ઍક્ટિવિટીનું લેવલ વધી જાય એટલે ચરબી ચડવાનું શક્ય રહેતું જ નથી.
છતાં બાળકોમાં એક વર્ગ એવો છે જે આપણી જાણ બહાર ઓબેસિટીનો ભોગ બની રહ્યો છે. અહીં જાણ બહાર શબ્દ એટલે વાપર્યો છે કે બાળકો ઓબીસ હોય તો આપણો સમાજ તેમને ઓબીસ માનતો જ ની. આજે પણ ઘણા લોકો છે જેઓ માને છે કે બાળકો તો થોડાંક હેલ્ધી જ સારાં. આ હેલ્ધી શબ્દનો ર્અ સ્વસ્થ નહીં પરંતુ જાડા છે. આજે આપણે બાળકોમાં આવતી ઓબેસિટી અને હાર્ટ-ડિસીઝ વચ્ચેના સંબંધ વિશે જાણીએ.
બાળકોમાં ઓબેસિટીનું વધતું પ્રમાણ
આપણી પાસે કોઈ આંકડાઓ તો નથી, પરંતુ સમાજમાં આસપાસ નજર દોડાવીએ તો ખબર પડશે કે આપણી આસપાસ ઊછરી રહેલાં બાળકો કેટલાં જુદાં છે. આજે બે વર્ષી લઈને ૧૨ વર્ષ સુધીનાં બાળકોને જુઓ તો ધ્યાનમાં આવશે કે આજી દસી વીસ વર્ષ પહેલાંનાં બાળકો જેટલાં ઍક્ટિવ રહેતાં એટલાં આ બાળકો રહેતાં ની. બહાર રમવા જવાને બદલે ઘરમાં ટીવી, કમ્યુટર અને મોબાઇલમાં ભરાઈ રહેવાનું તેમને વધુ પસંદ હોય છે. મોટા ભાગે ફાસ્ટ ફૂડ, જન્ક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક્સનાં શોખીન બાળકો ફળો અને શાકભાજી તો ક્યાંય દૂર ભાગે છે.
તેઓ દોડવા જતાં હાંફી જાય છે અને સ્પોટ્ર્સના નામે ફક્ત મોબાઇલ ગેમ્સમાં રચ્યાં-પચ્યાં રહે છે. જે થોડાંક મોટાં છે એ બાળકો ભણવાના બોજ તળે દબાઈ જઈને સ્કૂલ-ટ્યુશનના ધક્કા ખાતાં-ખાતાં બેઠાડુ જીવન જીવતાં ઈ ગયાં છે. આ બધાં જ કારણો છે જેને લીધે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણાં બાળકો એવાં પણ છે જેમના પરિવારમાં વારસાગત રીતે ઓબેસિટી આવી હોય. આ એ બાળકો છે જેઓ જિનેટિકલી ઓબીસ હોઈ શકે છે, પરંતુ આ ઓબેસિટી બહાર આવવા પાછળ તો જે કારણો છે એ બધાં એ જ છે જેના વિશે આપણે વાત કરી.
ગફલતમાં ન રહો
મોટા ભાગના વડીલોના મોઢે સાંભળવા મળે છે કે બાળકોને ખવડાવો તો કંઈ વાંધો નહીં, તેને બધું હજમ ઈ જાય. બાળકો જો ોડાં જાડાં પણ હોય તો કંઈ નહીં, તેઓ તો એવાં જ સારાં લાગે, ખાતા-પીતા ઘરનાં બાળકો તો આવાં જ હોય. આ બાબતે હકીકત વર્ણવતાં પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડોકટર કહે છે, હકીકત એ છે કે ઓબેસિટી કોઈ પણ ઉંમરે શરીર માટે નુકસાનકારક હોય જ છે. બાળકોમાં જ્યારે ઓબેસિટી આવે છે ત્યારે સૌી મહત્વની વાત એ છે કે કોઈ વ્યક્તિ એને ગંભીરતાી લેતું નથી.
એને ગંભીરતાી ન લેવાની ભૂલ ભવિષ્યમાં મોટું સંકટ લાવી શકે છે એ કોઈ સમજતું ની. બાળકોની ઉંમરમાં સૌી મહત્વનું હોય છે તેમનું શારીરિક અને માનસિક ડેવલપમેન્ટ. ઓબેસિટી આ ડેવલપમેન્ટ પર સીધી અસર કરે છે. ઘણા લોકો એવા છે જેઓ કહે છે કે અમે તો ખાનદાની જ એવા છીએ. જોકે હકીકત એ છે કે જો ખાનદાની બાંધો એવો હોય તો તેમણે વધુ અલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે જો આવાં બાળકો થોડી પણ ગફલતમાં રહે તો તેઓ ખૂબ જલદી ઓબીસ ઈ શકે છે.
શું નુકસાન થાય?
બાળક જો ઓબીસ હોય તો એ ઓબેસિટી તેને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ મુખ્ય વાત એ છે એ નુકસાનને હાર્ટ સો શું સંબંધ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડોકટર કહે છે, ઓબેસિટીી જે નુકસાન એક વયસ્કને ાય છે એ જ નુકસાન નાની ઉંમરે બાળકને પણ ઈ શકે છે. આ બાળકોમાં કોલેસ્ટરોલના લેવલમાં ગરબડ હોય છે. ગુડ કોલેસ્ટરોલ ઓછું અને બેડ કોલેસ્ટરોલનો વધારો ચોક્કસ આ બાળકોમાં જોવા મળે જ છે. આ સિવાય આ બાળકોમાં ગ્લુકોઝ-ઇનટોલરન્સ પણ જોવા મળે છે.
જે ધ્યાન ન રાખો તો ડાયાબિટીઝમાં ફેરવાઈ શકે છે. આ ઉપરાંત આ બાળકોમાં હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ પણ જોવા મળી રહી છે. આ તકલીફો તેમના શરીરની નસોને નબળી બનાવે છે અને ધીમે-ધીમે આ નસોની હેલ્ બગડતી જાય છે. માટે જ આવાં બાળકો જ્યારે યુવાન વયે પહોંચે છે ત્યારે તેમને હાર્ટ-અટેક આવવાની શક્યતા વધી જાય છે, કારણ કે છેલ્લાં કેટલાંય વર્ષોથી તેમનું શરીર અને હાર્ટ નબળું પડતું જતું હતું જેનું પરિણામ નાની ઉંમરે આવતો આ હાર્ટ-અટેક છે.
ડોક્ટર શું કરે?
જો તમારું બાળક ઓબીસ હોય તો સૌપ્રમ તમારે નિદાન કરાવવું જરૂરી છે કે તે ઓબીસ છે જે બોડી માસ ઇન્ડેક્સ (BMI) દ્વારા જાણી શકાય છે. એક વખત ડોક્ટર કહે કે બાળક ઓબીસ છે એ પછી શું ાય એ બાબતે વાત કરતાં ડો. સ્વાતિ ગરેકર કહે છે, એ પછી અમે બાળકની જરૂરી ટેસ્ટ કરીએ. તેની શુગર, બ્લડ-પ્રેશર અને લિપિડ પ્રોફાઇલ ચેક કરાવીએ. જો આમાંથી કંઈ પણ વધતું આવે તો પહેલાં બાળકની અને તેના પરિવારની આદતોને બદલવાની કોશિશ કરવામાં આવે છે. બાળકનું બેઠાડુ જીવન દૂર કરીને ઍક્ટિવ બનાવવાના પ્રયત્નો થાય છે. કાઉન્સેલિંગ દ્વારા બધી ખોટી આદતોને હેલ્ધી આદતોમાં ફેરવવામાં આવે છે. દવાઓનો પ્રયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. જો ડોક્ટરને લાગે કે જરૂર છે તો જ દવાઓ વાપરવામાં આવે છે. આ બેઝિક ફેરફારોી બાળકોને તાત્કાલિક જ ઘણો ફાયદો થાય છે અને જરૂરી રિઝલ્ટ પણ મળી જતું હોય છે જેનાી ભવિષ્યમાં તેમના પર આવતો હાર્ટ-ડિસીઝનો ખતરો ઘટાડી શકાય છે.
તમારું બાળક ઓબીસ છે કે નહીં એ કેવી રીતે જાણશો?
સૌથી પહેલાં તમારું બાળક ઓબીસ છે કે નહીં એ તપાસો. એ તપાસવું ખૂબ જ સરળ છે. બાળકનો BMI નોંધો. એટલે કે બાળકની હાઇટના આધારે તેનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ એ જાણો. BMIનિર્ધારિત કરે છે કે તમારું બાળક ઓબીસ છે કે નહીં. આ જાણવા માટે બાળકનાં હાઇટ અને વેઇટ માપો. જેમ કે બાળકની હાઇટ ૧૨૦ સેન્ટિમીટર હોય તો એને મીટરમાં માપીએ એટલે ૧.૨ મીટર ગણાય અને વજન ૨૩ કિલો છે.