- દુધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
- દુધના ભાવ કિલો ફેટે 810 થી વધારી 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
મહેસાણા ન્યૂઝ : મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દુધના ભાવમાં વધારો કરતા પશુ પાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.ડેરીએ દુધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે.જેમાં હવે દુધના ભાવ કિલો ફેટે 810 થી વધારી 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.ભાવ વધારો પ્રથમ એપ્રિલ થી લાગુ કરવામાં આવશે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાનો 5 લાખ પશુપાલકોને લાભ મળશે.
ત્રણ વર્ષમાં 13 વખત ભાવ વધાર્યા
દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13 મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા 650 રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને 820 કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.
કિશોર ગુપ્તા