ફાઈર વિભાગની ટીમે મૃતદેહને ચાર કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢયો: કારણ અંગે તપાસ
સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી આધેડ ઉંમરના યુવાને મોતને વહાલું કરતા સમાજમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો જયારે પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મલાર ચોક વિસ્તારમાં રહેતાં રાજુભાઈ દલસુખભાઈ સોલંકી ઉંમર 46 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવતા આ ઘટનાની સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામા જાણ કરતા નગરપાલિકાના ચિફ ઓફીસર સાગરભાઈ રાડીયાની સુચનાથી અને સુપરીટેનડ મનોજભાઈ વ્યાસ તેમજ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળે ફાઈર વિભાગની ટીમ જેમાં અશોકસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, રાહુલભાઈ રાવળદેવ, ચેતનભાઈ ભલગામડીયા, રાહુલભાઈ ડોડીયા, અને વિશુભાઈ સહિતની ટીમે નર્મદા કેનાલમાં ચાર કલાકની શોધખોળ બાદ કેનાલમાં ડુબેલા મૃતક આધેડના મૃતદેહને ભારે જહેમત બાદ બાહર કાઢવામાં આવ્યો હતો અને આધેડ મૃતક ડેડબોડીને પી.એમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પી.એમ કરવામાં આવ્યુ હતુ આ ઘટનાના પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે સમાજના લોકો અને પોલીસ કાફલો દોડી ગયો હતો