હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં કચ્છની શ્ર્વેતક્રાંતિ દૂધ સમૃધ્ધિ અને પશુ-પાલનના યુગના મળ્યા પુરાવા, ફરીથી કચ્છની ખેતી હરિયાળી તરફ, અહીં હવે માત્ર ખારેક જ નહીં કેસર અને સુકામેવા પણ ઉગાડવામાં આવે છે
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગળભલો, પાંજો કછડો બારેમાસ… ઐતિહાસિક ભૌગોલીક, સાંસ્કૃતિક અને સામાજિક વિશિષ્ટતાઓની ખાણોથી ભરેલા અઢી અક્ષરના પ્રદેશ વર્તમાન સમયમાં નપાણીયો, સુકો, રેતાળ, જારી ઝાખરા, ઘેટા-બકરા અને ઉંટનો મરૂ પ્રદેશ તરીકે જોવામાં આવે છે પરંતુ આ જ કચ્છની અસ્મિતા અને સ્મૃધ્ધિના મુળીયા ઈતિહાસમાં ખુબજ ઉંડા છે. એક જમાનામાં કચ્છની જાહોજલાલી આકાશને આંબતી હતી. સમયના થપાટા ભૌગોલીક વિસંગતતા, સુનામી, ભૂકંપ, દૂકાળના માર સહન કરનાર કચ્છ હવે ફરીથી નંદનવન જેવું બનવા તરફ દોટ મુકી ચૂક્યું છે. કચ્છની અસ્મિતા હજ્જારો વર્ષની પ્રાચીનતા ધરાવે છે. તાજેતરમાં જ આવેલા એક સંશોધનમાં કચ્છમાં ભૂતકાળમાં દૂધની નદીઓ વહેતી હતી. ખનીજ સંપતિ ડિગ્નાઈટ, કોલસો, બોકસાઈટ, જિપ્સમ,ચિરોડી, પેન્ટોનાઈડ, ચુનો, કલીંકર જેવા ખનીજો સૌથી મોટા પાંચ સરોવર પૈકીનું નારાયણ સરોવર, કોટેશ્ર્વર મહાદેવ, આશાપુરા મઢ જેવી વિરાસત ધરાવતા કચ્છમાં ૪ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિમાં પશુપાલન અને દૂધની નદીઓ વહેતી હતી. કચ્છમાંથી મળી આવેલા અવશેષોમાં ૨૩૦૦થી ૧૯૫૦ ઈ.સ. પૂર્વે અહીં દક્ષિણ એશિયાનું સૌથી મોટુ દૂધ ઉત્પાદન કેન્દ્ર આવેલું હતું. તાજેતરમાં જ આવેલા એક સર્વેમાં કચ્છમાં પશુપાલન ખુબજ વિકસ્યુ હતું. ૪ હજાર વર્ષ પૂર્વે અહીં ડેરી અને દૂધનો મોટો ઉદ્યોગ ચાલતો હતો. પશુઓને બાજરો, ખાણ આપવામાં આવતા હતા અને પશુ સંવર્ધનની પ્રવૃતિ કરવામાં આવતી હતી.
સાયન્ટીફીક રિપોર્ટ જનરલમાં આવેલા અહેવાલમાં કચ્છમાં દક્ષિણ એશિયાનું સૌથી મોટુ દૂધ ઉદ્યોગ ધમધમતું હતું. ટોરોન્ટો યુનિવર્સિટીના અભ્યાસથી મળેલા તારણોમાં હડપ્પા સંસ્કૃતિ યુગમાં કચ્છમાં દૂધ અને દૂધની બનાવટો અને ખોરોકમાં દૂધનું સવિશેષ ચલણ જોવા મળતું હતું. દુનિયા આખીને કચ્છ દૂધ પીવડાવતું હતું તેમ કહેવામાં અતિશ્યોક્તિ નહીં. કચ્છના કોટડા, ભંડી હડપ્પા સંસ્કૃતિમાં ટોચના વિસ્તારો હતા. આર્કોલોજી વિભાગના ડો.વાય. એસ. રાવતે જણાવ્યું હતું કે, કચ્છમાં વિભિન્ન સંસ્કૃતિના પુરાવા મળે છે. હડપ્પા જ નહીં ધોળાવીરા, લોથલમાં પણ કચ્છની સંસ્કૃતિ વિકાસના પુરાવા મળે છે.
કચ્છનો દાયકો ફરીથી આવ્યો
કહેવતમાં કચ્છડાની સમૃધ્ધિ અને મજા બારમાસી ગણાવવામાં આવે છે. કચ્છની ખેતી ફરીથી વિકાસના પંથે ચડી છે. કચ્છમાં ખેતી કરવા માટે મુંબઈના માલેતુજારો અને દેશભરના ખેતી પ્રિય લોકો કચ્છમાં ખેતીનો વિકાસ કરવા માટે આતુર બન્યા છે. અત્યારે જાણીને નવાઈ થશે કે કચ્છમાં માત્ર રણ પ્રદેશની ખારેક જ થતી નથી અહીં કેસર અને સુકામેવાની પણ ખેતી થાય છે. કચ્છમાં ઘણી જગ્યાએ ચંદનના વન ઉભા થઈ રહ્યાં છે. કચ્છ આજકાલનું નહીં સેંકડો વર્ષથી સમૃધ્ધ મુલ્ક રહેવા પામ્યું છે જે ફરીથી સમૃધ્ધિના પંથે આગળ વધ્યું છે. ભૂકંપની થપ્પાટ ખાધા બાદ કચ્છને બેઠુ કરવા માટે સરકારે ઔદ્યોગીક વિકાસ માટે સેજ જાહેર કર્યા બાદ કચ્છનો જે વિકાસ થયો છે તે બેનમુન ગણવામાં આવી રહ્યો છે. હવે કચ્છ ખેતીના વિકાસથી હરિયાળુ બનશે.
૪૦૦૦ વર્ષ પહેલા હડપ્પન દૂધ પીધુ હતુ ગુજરાત
ગુજરાતમાં દેશમાં દૂધ ઉત્પાદન કેન્દ્રનું હબ માનવામાં આવે છે. અહીં શ્ર્વેતક્રાંતિથી ડેરી ઉદ્યોગનો વિકાસ થયો હતો. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં કચ્છના હડપ્પામાં ૪૦૦૦ વર્ષ પૂર્વે ૨૦૦૦ થી ૧૯૫૦ ઈ.સ.પૂર્વે ડેરી ઉદ્યોગ ધમધમતો હોવાના પુરાવાઓ મળ્યા છે. હડપ્પા સંસ્કૃતિમાં સી-૧૬ અને સી-૧૮ ફેટી એસીડના અવશેષો મળ્યા છે જે દૂધની બનાવટ અને દૂધ ટકાવવા માટે ઉપયોગી થાય છે. અહીં પશુપાલનનું પણ મોટાપાયે વિસ્તાર હતો. દક્ષિણ એશિયામાં દૂધ પૂરું પાડવામાં આવતું હતું. ઘેટા-બકરાના અસ્તિત્વના પુરાવાઓ અને ભેંસના હાડપીંજરો હડપ્પન ગામડાઓમાંથી મળ્યા છે. આ સમયગાળો ૪૦૦૦ વર્ષ પૂર્વેનો ગણવામાં આવ્યો છે. એટલે ૪૦૦૦ વર્ષ પહેલા આખુ ગુજરાત હડપ્પનનું દૂધ પીતુ હતું તેમ કહી શકાય.