આવા ડબ કરાયેલા શો અને ફિલ્મો પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવા આદેશ.
‘ડબ્ડ’ થયેલા શો કે ફિલ્મો એ કોમ્પીટીશન એક્ટના ભંગ સમાન છે. તેના પર પ્રતિબંધ મૂકો તેમ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આદેશ કર્યો હતો.
સુપ્રીમે જણાવ્યું હતું કે, ‘ડબ્ડ’ ટીવી શો કે ફિલ્મો એ કોમ્પિટીશન એક્ટ ૨૦૦૨ની કલમનો ભંગ છે. આવા શો કે ફિલ્મો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકાવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે અમુક લોકપ્રિય ટીવી સીરીયલ, ફિલ્મો કે શોને હિંદીમાંથી પ્રાદેશિક ભાષામાં ડબ કરીને ટીવી ચેનલો પર પ્રસારીત કરવામાં આવતી હોય છે. પરંતુ આ એક ઇન્ડીયન પીનલ કોડની કોમ્પીટીશન એક્ટ ૨૦૦૨ની કલમનો ભંગ સમાન છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ટાંક્યું હતું કે, ટીવી સીરીયલ મહાભારતને હિંદીમાંથી બંગાલીમાં ‘ડબ’ કરવામાં આવી છે. અને તેને બાંગ્લા ટીવી પર પ્રસારીત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં ઇસ્ટર્ન ઇન્ડીયા મોશન પિક્ચર એસો. (ઇપીએમએ) અને આર્ટિસ્ટ કોર્ડીનેશન કમિટી એન્ડ આર્ટીસ્ટ એસો. ઓફ ટેકનીશીયન વેસ્ટ બેંગાલ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્વેસ્ટરે પીટીશન ફાઇલ કરી હતી તેમાં જણાવ્યું હતું કે, ડબ કરેલા ટીવી શો અને ફિલ્મ ટીવી પર રજૂ કરવાથી સ્થાનિક કલાકારોની રોજગારી પર તેની નકારાત્મક અસર પડે છે.
આ પીટીશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટીશો એ.કે.સીકરી અને એ.એમ.સપ્રેની બેંચે આદેશ કર્યો હતો કે તાત્કાલીક અસરથી ‘ડબ્ડ’ શો અને ફિલ્મોનું પ્રસારણ અટકાવી દેવુ. આનાથી બંગાલી આર્ટીસ્ટો અને ટેકનીશીયનોની રોજગારી બચી જશે અને તેમને ફરીથી કામ મળતુ થશે.