ભારત સરકારની સીધી ભાગીદારી હશે: મલ્ટીનેશનલ કંપન ડી.પી. વર્લ્ડ આવશે ભારત
ભારતીય જળ પરીવહન સેકટરમાં દુબઇના પોર્ટ ઓપરેટર ૨૧૦૦૦ કરોડ રૂપિયા એટલે કે આશરે ૩૦૦ કરોડ અબજ અમેરીકી ડોલરનું રોકાણ કરશે. જો કે તેમાં ભારત સરકારની પણ ‘ભાગીદારી’ હશે. યુ.એ.ઇ. ની રાજધાની દુબઇની આંતરરાષ્ટ્રીય કંપની ડી.પી. વર્લ્ડને ભારત સરકારની ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સ્ક્રીમમાં રસ પડયો છે. તેમણે ૨૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ભારતના જળપરીવહન સેકટરમાં કરવાનો નિર્ધાર કર્યો છે.
ડી.પી. વર્લ્ડ કંપની મલ્ટીનેશનલ કંપની છે. અને વિશ્ર્વભરમાં ૭૮ મરીન અને ઇનલેન્ડ ટર્મિનલ ઓપરેટ કરે છે.
ટૂંકમાં વૈશ્ર્વિક સ્તરની કંપની ડી.પી. વર્લ્ડ ભારતમાં આવીને કામ કરશે ત્યારે વિચારો કે જળ પરીવહન સેકટર કયાનું કયાં પહોંચી જશે.
ભારત એટલે કે હિંદુસ્તાન એક સમયે સોને કી ચીડીયા હતું તે તેના ‘વેપાર’ના મામલે હતું. હવે ફરી વેપાર ક્ષેત્રે ભારત વૈશ્વિક સ્તરે છવાતું જાય છે.