જામનગર સમાચાર
ચોકલેટનું નામ પડતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય. નાના બાળકોથી લઈને વડિલ લોકોને ચોકલેટ ખુબ જ ભાવે.. એમાં પણ વિદેશી ચોકલેટનો સ્વાદ જ લાજવાબ હોય છે. તેમાં પણ જ્યારે કોઈ દુબઈની ચોકલેટની વાત કરે એટલે તેનો સ્વાદ માણવા માટે મનમાં ઉત્સુકતા વધી જતી હોય છે. પરંતુ જામનગરવાસીઓએ હવે દુબઈની ચોકલેટનો સ્વાદ માણવા માટે દૂર જવાની જરૂર નથી.
જામનગરમાં ઘર આંગણે સ્પેશીયલ દુબઈની ચોકલેટ મળે છે. જામનગરમાં રહેલા સલીમભાઈ પોતાની શોપમાં દુબઈની ઈમ્પોર્ટેડ ચોકલેટ્સનો ખજાનો રાખે છે.
સલીમભાઈની આ ચોકલેટ શોપમાં લોકો દુર દુરથી ચોકલેટ્સ લેવા માટે આવે છે. જામનગરમાં આવેલી સલીમભાઈની આ શોપ એક્સક્લુસિવ છે. કારણ કે સલીમભાઈની શોપમાં જ બધાને ચોકલેટ્સનો અઢળક ખજાનો મળી જાય છે.
જન્મદિવસ હોય કે કોઈ પ્રસંગ લોકો મન ભરીને અહિંયાથી ચોકલેટની ખરીદી કરી શકે છે.
ચોકલેટની શોપ ચલાવતા સલીમભાઈએ કહ્યું કે તેઓ ચોકલેટની જ ડિલ કરે છે. તેઓ મિલ્ક ચોકલેટ, ખજુર ચોકલેટ, બ્રાન્ડેડ ચોકલેટ સહિત અનેક પ્રકારની ચોકલેટ રાખે છે. સલીમભાઈની શોપમાં 10 રૂપિયાથી લઈને 400 રૂપિયાની ચોકલેટ આ શોપમાં મળે છે. સલીમભાઈની શોપમાં એક્ઝક્લુસિવ ઓવરસીઝ ચોકલેટનો ખજાનો હોય છે. સલીમભાઈ ઈન્ડિયન ચોકલેટ રાખતા નથી. આ સાથે જ હેલ્થને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટસનો પણ ખજાનો પણ રાખે છે. તેમની પાસે જે ચોકલેટ હોય છે તે એન્ટીઓક્સિડન્ટ હોય છે.
સલીમભાઈની શોપમાં ખજુરના સિરપ, ખજુર, ડ્રાયફ્રુટ ખજુર, ચોકલેટ ખજુર સહિત અનેક વેરાયટીઓ રાખે છે. સલીમભાઈની શોપમાં આવતી તમામ ચોકલેટ દુબઈથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જામનગરના અંબર રોડ પર નિયો સ્કવેર નામના બિલ્ડીંગમાં આવેલ આ શોપમાં સ્પેશિયલ દુબઇની ચોકલેટ માટે લોકો દોડે છે.