આગામી તારીખ ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી વેલ્યુ એડેડ ટેકસ (વી.એ.ટી) લાગુ કરાશે: ઘણા બધા ડોકયુમેન્ટસ રજુ કરવા પડશે
દુબઇ હવે ડયુટી ફ્રી નહીં રહે. તેથી હવાલા કરનારા પર તવાઇ ઉતરી છે. આ સિવાય અહીં વી.એ.ટી. (વેલ્યુ એડેડ ટેકસ) પણ લાદવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી વાયા દુબઇ નાણાં મોકલવા સહેલા હતા પરંતુ હવે એવું નહી રહે કેમ કે દુબઇ હવે ડયુટી ફ્રી નહીં રહે અગર દુબઇ થકી નાણાં મોકલવા હશે તો ઘણા બધા ડોકયુમેન્ટસ રજુ કરવા પડશે, દસ્તાવેજી પુરાવા આપવા પડશે, નાણા કયાંથી અને કઇ રીતે આવ્યા છે તે બતાડવું પડશે ઉપરાંત ટેકસ પણ ભરવો પડશે. ટૂંકમાં દુબઇથી હવાલો કરવો એ હવે ભૂતકાળની વાત બની જશે.
યુ.એ.ઇ. રેસીડન્ટ અને એન.આર.આઇ. (બીન નિવાસી ગુજરાતી) તેમજ તેમના સગા-સંબંધી દુબઇ-શારજાહથી ભારત અગર વિશ્ર્વના કોઇપણ ખુણે મની ટ્રાન્સફર કરે છે તો તેમણે જરુરી દસ્તાવેજી કાર્યવાહી કરવા ઉપરાંત પ ટકા વી.એ.ટી. ચુકવવો પડશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે યુ.એસ.ઇ. (યુનાઇટેડ આરબ અમીરાત) માં આગામી તારીખ ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી વી.એ.ટી.(વેલ્યુ એડેડ ટેકસ) લદાઇ રહ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી ચોકસી એન્ડ ચોકસીના સિનીયર પાર્ટનર મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે અત્યાર
સુધી યુ.એ.ઇ. તે હવાલા હેવન ગણાતુ હતું પરંતુ હવે તેવું નહીં રહે વી.એ.ટી. ની અસર તમામ પ્રકારના આર્થિક વ્યવહારો પર પડશે. તેના લાભાલાભ મતલબ કે સિકકાની બે બાજુની જેમ ફાયદા અને ગેરફાયદા બંને છે. અત્યાર સુધી દુબઇ ડયુટી ફી હતું પણ હવે ૧લી જાન્યુઆરી ૨૦૧૮ થી દુબઇ ડયુટી ફ્રી નહીં રહે !!! અહીં ખાસ નોંધવું ઘટે કે યુ.એ.ઇ. માં ૧લી જાન્યુઆરી ૨૦૧૮ થી વી.એ.ટી. લદાઇ રહ્યો છે. ત્યારે ત્યાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની પણ જબરી ડીમાન્ડ નીકળી છે. કેમ કે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો વી.એ.ટી. ને લગતા ટ્રાન્જેકશન્સના ખાસ્સા અનુભવી છે. અત્યારે તેઓ જી.એસ.ટી. (ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ) ના ટ્રાન્જેકશન્સ જોઇ રહ્યા છે.