યુએઈની ફેડરલ કસ્ટમ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે ઘડી કઢાઈ ગાઇડલાઈન
ભારત સહિતના પ્રવાસીઓ દુબઇ ખાતે ફરવા તો ઠીક સાથોસાથ મોટાભાગે ખરીદી માટે જતા હોય છે. ઘરવાપસીમાં લોકો મોંઘીદાટ સામાન લઈને પરત ફરતા હોય છે. દુબઈમાં અનેકવિધ ચીજ-વસ્તુઓ, ઉપકરણોની ખરીદી બાદ અન્ય દેશમાં લઈ જવા માટે કોઈપણ પ્રકારની ડ્યુટી લગાવવામાં આવતી નથી જેથી પ્રવાસીઓ ત્યાંથી ખરીદી કરીને મોંઘીદાટ અને કિંમતી ચીજવસ્તુઓ પરત લઇને આવતા હોય છે. ત્યારે આ પ્રકારના પ્રવાસીઓ માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દુબઈથી ઘરવાપસી સમયે હવે કોઇપણ પ્રવાસી રૂપિયા 60 હજારથી વધુની ગિફ્ટ લાવી શકશે નહીં તેવો નિર્ણય યુએઈ ફેડરલ કસ્ટમ ઓથોરિટીએ લીધાનું જાણવા મળી રહ્યું છે. યુએઈ ફેડરલ કસ્ટમ ઓથોરિટીએ નિર્ણય લેતા કહ્યું છે કે, દુબઈ સહિતના યુએઈ દેશોમાંથી કોઇપણ પ્રવાસી 3000થી વધુ દીનારની વસ્તુઓ નોન કોમર્શિયલ ધોરણે લઈ જઈ શકશે નહીં જેના કારણે સૌથી મોટી અસર પ્રવાસીઓને થનાર છે. દુબઈથી અન્ય દેશમાં લઈ જવાતી ચીજવસ્તુઓમાં અનેકવિધ ચીજવસ્તુઓ પર ડ્યુટી લગાવવામાં આવતી નથી જેમાં રેડીયો, સીડી પ્લેયર,પ્રોજેક્ટર, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, રમત-ગમતના સાધનો ટીવી સેલફોન કપડા, ટેલિસ્કોપ સમાવેશ થાય છે.
વર્તમાન સમયે યુએઈના ફેડરલ કસ્ટમ ઓથોરિટી દ્વારા કેટલાક ધારાધોરણ ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં નોન કોમર્શિયલ યુઝ માટે ગિફ્ટ અથવા ડ્રીંક સામાન લઈ જવો, આલ્કોહોલ અને ગિફ્ટની આઈટમ 3000 દિરાહમ એટલે કે અંદાજીત રૂ. છ હજારથી વધુની ન હોવી જોઈએ. આ ઉપરાંત નાર્કોટિક, પાન મસાલા, સટ્ટાનો સામાન, ડુક્કર, લેઝર પેન નાયલોન ફીશીંગ નેટ સહિતનો સામાન ઉપર સદંતર પ્રતિબંધ લગાવાઇ ચૂક્યો છે.
કઈ વસ્તુઓ લાવી શકાશે?
નવા નિયમો મુજબ દુબઈથી ફરીને આવનાર લોકોને રૂ.60,000 સુધીની ખરીદી થયેલી કેટલીક વસ્તુઓ ઉપર ટેક્સ દેવો પડશે જો કે, રેડિયો અને સીડી પ્લેયર, મુવી પ્રોજેક્ટર, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેમેરા, ટીવી પોર્ટેબલ, કોમ્પ્યુટર, સેલ્યુલર ફોન, મેડીટેશન માટે જરૂરી સંસાધનો, ટોયલેટ ટૂલ, ટેલિસ્કોપ સહિતની વસ્તુઓમાં કોઈ ડ્યુટી લાગશે નહીં. અલબત્ત ગિફ્ટ, તમાકુ, આલ્કોહોલ જેવી રૂપિયા 60 હજારથી વધુની વસ્તુઓમાં ટેક્સ લાગશે.