આઈઆઈટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં દુબઈથી ૧૪૪ અને યુ.કે.થી આવેલા ૬૪ લોકો સંક્રમણ ફેલાવવામાં કારણભૂત

વૈશ્ર્વિક મહામારી કોરોના જે રીતે વિશ્ર્વ આખાને ધમરોળી રહ્યું છે ત્યારે ભારતના ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે દુબઈ અને યુ.કે.થી આવેલા યાત્રિકો દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવા માટે કારણભુત છે અને તેમના લીધે જ દેશમાં કોરોના ધાબડવામાં આવ્યો છે. આઈઆઈટી દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે તે લેક જરનલ ઓફ ટ્રાવેલ મેડિસીનમાં પ્રકાશિત પણ કરવામાં આવ્યો છે અને એ વાતની પણ સ્પષ્ટતા કરાઈ છે કે ભારતના મુખ્ય રાજયો કે અસરકર્તા છે તેનું મુખ્ય કારણ વિદેશથી આવેલા મુસાફરો છે.

તામિલનાડુ, દિલ્હી અને આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં જે કોરોનાના કેસો જોવા મળ્યા છે તેની સામે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરેલા, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં જે કેસો જોવા મળ્યા છે તેનું મુખ્ય કારણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ કારણભૂત છે. વિદેશમાં એમાં પણ દુબઈ અને યુ.કે.માં ઘણાખરા ગુજરાતીઓ વસવાટ કરતા હોવાથી હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે તે આવનારા સમય માટે જોખમ પણ ઉભુ કરી શકે છે. ભારતમાં કોરોના સંક્રમણ વધવાનું કારણ જે સુપર સ્પ્રેડર હતા તેને પણ ઓળખવામાં આવ્યા છે અને એ તારણ પણ કાઢવામાં આવ્યું છે કે તેમના દ્વારા જ સૌથી વધુ સંક્રમણ ફેલાવવામાં આવ્યું હોય.

આઈઆઈટીના જે સભ્યો દ્વારા કોરોનાને લઈ અભ્યાસ અથવા તો જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં સંક્રમિત લોકોની પ્રવાસ યાદીને પણ ઓળખવામાં આવી હતી અને તેઓને જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન જે પ્રવાસ કરેલો હોય તે અંગેની પણ વિગત એકત્રિત કરાઈ હતી જેમાં દુબઈથી આવેલા ૧૪૪ લોકો અને યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે યુ.કે.થી આવેલા ૬૪ લોકો દેશમાં કોરોના સંક્રમણ ફેલાવવા માટે કારણભુત સાબિત થયા છે. લોકડાઉનના પ્રથમ તબકકામાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા તામિલનાડુ, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં જોવા મળી હતી ત્યારબાદ દેશના અન્ય રાજયોમાં પુરઝડપે કોરોનાનું સંક્રમણ વઘ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.