આગામી ૧૦ વર્ષ સુધી અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે દુબઈ માટે ૨૦-૨૦ અતિમહત્વપૂર્ણ

સમગ્ર વિશ્ર્વમાં હાલ મંદી પ્રવર્તીત થઈ રહેલી છે ત્યારે વિશ્ર્વનું આર્થિક કેપીટલ ગણાતુ દુબઈ કે જયાં લોકો કરોડો રૂપિયાનું રોકાણ કરતા નજરે પડે છે તે દુબઈને પણ જાણે મંદીની અસર જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આગામી ૨૦૨૦માં ઓકટોબર માસથી યોજાનારા દુબઈ ૨૦-૨૦ કે જે સરેરાશ ૬ માસ સુધી ચાલનાર એકસ્પો છે તેમાં લોકોને આકર્ષિત કરવા અને દુબઈના અર્થતંત્રને વેગવંતુ બનાવવા દુબઈ સરકાર સવા લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવી વિગતો સામે આવી રહી છે. ૨૦-૨૦ મેચ જયારે રમાય છે ત્યારે તેનું પરીણામ નિકટ એટલે કે નજીકનાં સમયમાં જ આવી જતું હોય છે ત્યારે દુબઈ ૨૦-૨૦નું જે આયોજન થવા જઈ રહ્યું છે જેનું એકમાત્ર કારણ એ પણ છે કે આવનારા વર્ષોમાં દુબઈનું અર્થતંત્ર વેગવંતુ બની રહે જેથી દુબઈ માટે ૨૦૨૦ની સાલ અત્યંત મહત્વપૂર્ણ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

7537d2f3 24

દુબઈ દ્વારા ૨૦૨૦નાં બજેટમાં કુલ ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે કે જે ગત વર્ષની સરખામણીમાં ૧૭ ટકાથી વધુનું રોકાણ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ગર્લ્ફ સિટી સ્ટેટ દ્વારા એકસ્પો-૨૦૨૦ માટે રૂપિયા એકત્રિત કરવા માટે દુબઈ સવા લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે કે જે ૨૦ ઓકટોબર ૨૦૨૦થી શરૂ થઈ છ મહિના સુધી ચાલશે ત્યારે સતત ચોથા વર્ષે દુબઈએ ૭૦૦ મિલીયન ડોલરની ખાદ્યનો સામનો કરવો પડયો છે. દુબઈ સરકારનું માનવું છે કે, આશરે ૨૫ મિલીયન લોકો એકસ્પોમાં ભાગ લેશે જેમાંથી વિદેશી આવનારા લોકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થશે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દુબઈ ૨૦-૨૦ એકસ્પોમાં ૨૫ ટકા જેટલી રેવન્યુનો વધારો જોવા મળશે કે જે દેશના અર્થતંત્રને વિકસિત કરવા અને વેગવંતુ બનાવવા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગર્લ્ફમાં દુબઈ એકમાત્ર એવુ શહેર છે કે જયાં ૯૪ ટકા જેટલી આવક કોઈ તેલ ઉત્પાદનથી નહીં પરંતુ અન્ય ક્ષેત્રથી થાય છે. વિશ્ર્વમાં સૌથી ઉંચુ બિલ્ડીંગ બુચ ખલીફા દુબઈમાં આવેલું છે પરંતુ છેલ્લા ૨૦૧૪થી દુબઈ કે જે પ્રોપર્ટી ક્ષેત્ર માટે જાણીતું છે તેમાં પણ કયાંકને કયાંક મંદીની અસર જોવા મળી રહી છે.

ગત વર્ષે દુબઈનો વિકાસરથ ૧.૯૪ ટકા જેટલો નીચે જોવા મળ્યો હતો ત્યારે ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૯નાં પ્રારંભે જ દુબઈએ ૨.૧ ટકાનો વિકાસ દર જોયો હતો પરંતુ સમય પસાર થતાની સાથે જે વિકાસ દર આગળ વધવો જોઈએ તેમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો ત્યારે સરકાર વધુને વધુ રીયલ એસ્ટેટ ક્ષેત્રને ધબકતુ કરવા અને વેગવંતુ બનાવવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને લોકોની ખરીદ શકિતમાં કેવી રીતે વધારો થઈ શકે તે દિશામાં પણ પગલા લઈ રહ્યું છે ત્યારે આવનારા વર્ષે દુબઈમાં જે એકસ્પો થવા જઈ રહ્યો છે તે રીયલ એસ્ટેટ ક્ષેત્ર સહિત અનેકવિધ ક્ષેત્રને આવરી લઈ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

દુબઈ દ્વારા આયોજીત થયેલા ૨૦૨૦ એકસ્પો વિશ્ર્વનો સૌથી મોટો એકસ્પો હોવાનું પણ માનવામાં આવ્યું છે જેમાં ઈનોવેશન સહિત અનેકવિધ ક્ષેત્રને કેવી રીતે વેગવંતુ બનાવી શકાય તે દિશામાં પણ પગલા લેવામાં આવી રહ્યા છે. દુબઈ એકસ્પો ૨૦-૨૦નો મુખ્ય હેતુ જો જાણવામાં આવે તો આ એકસ્પોમાં ઓપચ્યુનીટી, મોબીલીટી અને સસ્ટેનેબીલીટી ઉપર ભાર કેન્દ્રિત કરવામાં આવ્યો છે. દુબઈ ખાતે યોજાનાર એકસ્પો થકી યુએઈનાં જીડીપીમાં ૧.૫ ટકાનો વધારો થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અનેકવિધ નવા રોકાણોની સાથોસાથ રોજગારીની વિશાળ તકો પણ ઉભી થશે. એકસ્પો ૨૦-૨૦માં ૭૦ ટકા જેટલા વિઝીટરો યુએઈ બહારનાં આવાના હોય તેવું લાગી રહ્યું છે કે જે ઈન્ડસ્ટ્રીઝની હોસ્પિટાલીટી પણ પુરી પાડશે ત્યારે માત્ર દુબઈ જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વનાં અર્થતંત્ર ઉપર દુબઈ ૨૦-૨૦ એકસ્પો મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને તે વિશ્ર્વ માટે એક અનોખો એકસ્પો બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.