Intex એ મંગળવારે તેનો નવો ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ તેનું નામ ઇન્ટેક્સ ELYT ડ્યુઅલ રાખ્યું છે. કંપનીએ તેની કિંમત 6,999 રૂપિયા રાખી છે. ગ્રાહક તે ઑનલાઇન અને ઑફલાઇન બંને માધ્યમોથી ખરીદી શકે છે. આ બે રંગ વિકલ્પો- શૈંપેન અને બ્લેકમાં ઉપલબ્ધ છે.
આ સ્માર્ટફોન ખાસ કરીને સેલ્ફી માટે બનાવવામાં આવેલ છે, તેથી તેનું સેગમેન્ટ સારું છે. ELYT ડ્યૂઅલ એલઇડી ફ્લેશ સાથે 8 એમપી + 2 એમપીના બે કેમેરા આપે છે. કંપનીનો દાવો છે કે તેની કેમેરાથી ડીએસએલઆર જેવા ફોટો લઈ શકાય છે. તેમજ તેના રીઅરમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો કેમેરા છે. ફ્રન્ટ અને રિયર બન્ને કેમેરોમાં ઓટોફોકોસ સપોર્ટ છે.
ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સિસ્ટમ ઘણા બધા ફિલ્ટર્સ સાથે આપવામાં આવેલ છે, જેમ કે બોક ઇફેક્ટ, બેકગ્રાઉન્ડ ચેન્જ ઇફેક્ટ, 3D નોયસ રેડક્શન (3D એનઆર) સાથે વધુ પ્રમાણમાં ફિલ્ટર્સ આપવામાં આવ્યા છે. આ ડીવાઇસ ‘સ્પાઇ કેમ’ થી સજ્જ છે, જેનાથી યુઝર્સને ગુપ્ત રીતે ફોટા પર ક્લિક કરી શકે છે, જે કોઈ પણ માહિતી વગર સીધા ગેલેરીમાં સેવ થશે.
ELYT ડ્યુઅલ માં 2.5 ડી કર્વ્ડ ગ્લાસ સાથે 5-ઇંચ એચડી આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ સાથે 1.3 ગીગાહર્ટઝ ક્વૉડ-કોર સ્પ્રેટ્રમ 9850 ચીપસેટ છે. તેની ઇન્ટરનલ મેમરી 16GB ની છે, જે કાર્ડથી તેની સહાયથી 128GB સુધી વિસ્તૃત કરી શકાય છે.
Intex ELYT ડ્યુઅલ આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઇડ 7.0 નોયુગેટ પર ચાલે છે તેની બેટરી 2400mAh છે કનેક્ટિવિટી માટે 4G VoLTE, બ્લૂટૂથ, Wi-Fi માં ઑપ્શન મોજૂદ છે.