આજકાલ સ્માર્ટફોનમાં ખૂબ જ સારા કેમરા આવવા લાગ્યા છે કે, તેણે પોઈન્ટ-એન્ડ-શૂટ કેમરાને લગભગ રિપ્લેસ કરી દીધા છે. સ્માર્ટફોન બનાવતી કંપનીઓ સામે પડકાર હોય છે કે, વજન અને જાડાઈ ઓછી રાખતા કેવી રીતે કેમરાને શ્રેષ્ઠ બનાવવામાં આવે. આ સમસ્યા ને દૂર કરવા માટે એક ડિવાઈસમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવે છે. જાણો આગળની સ્લાઈડમાં ડ્યુઅલ કેમરા ટેકનોલોજી શું છે અને તેના ફાયદા..
સ્માર્ટફોનની બેક સાઈડમાં એક નાનો કેમરા લેન્સ આપવામાં આવ્યો હોય છે. સ્માર્ટફોન કેમરા મોડ્યુલ ઘણું નાનું હોય છે, કારણ કે ફોન ખૂબ જ પાતળો હોય છે. આ નાના મોડ્યુલની અંદર જ લેન્સનાં કેટલાક એલીમેન્ટ્સને નાખવા પડે છે. તેમાં ઈમેજ સેન્સર અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન માટે નાની મોટર્સ પણ હોય છે.
ડ્યુઅલ કેમરા સેટઅપમાં તમને બે લેન્સ દેખાશે, જેને એક સાથે ડાબું-જમણું અથવા ઉપર-નીચે લગાવવામાં આવે છે. તેનો મતલબ છે કે, ડિવાઈસમાં કમ્પ્લીટ અને ઈન્ડીપેન્ડન્ટ કેમરા મોડ્યુલ લાગેલા છે. તેમાં એક પ્રાઈમરી લેન્સ હોય છે, જે મુખ્ય કામ કરે છે. બીજો સેકન્ડરી લેન્સ એડીશનલ લાઈટ, ડેપ્થ ઓફ બેકગ્રાઉન્ડ બ્લર જેવી ઇફેક્ટસ કેપ્ચર કરે છે.
ડ્યુઅલ કેમરા સેટઅપમાં સેકન્ડરી કેમરાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે, ફોટોઝમાં તેનું રીઝલ્ટ તેવું જ દેખાય છે. ડ્યુઅલ કેમરા સેટઅપથી ફોટોઝ વધારે શાર્પ આવે છે અને વધારે ડીટેલ્સ કેપ્ચર થાય છે. સાથે જ ડેપ્થ ફિલ્ડને કેપ્ચર કરીને સબ્જેક્ટને અલગથી હાઈલાઈટ કરી શકાય છે.
ડ્યુઅલ-કેમરા સેટઅપથી રીઝલ્ટ સારું આવે છે, પરંતુ સેન્સર સાઈઝ, પિક્સેલ સાઈઝ, અપર્ચર અને પોસ્ટ પ્રોસેસિંગ પણ સારા ફોટોઝ ખેંચવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. સેમસંગ ગેલેક્સી S7/S7 Edge, ગૂગલ પિક્સેલ, વનપ્લસ ૩, LG G5 અને HTC 10 ઓછી લાઈટમાં ઘણા ડ્યુઅલ કેમરા સ્માર્ટફોનનાં મુકાબલે સારા ફોટોઝ કેપ્ચર કરે છે. તેના લેવલનાં સારા ફોટોઝ કેપ્ચર કરતા ડ્યુઅલ કેમરા સેટઅપવાળા સ્માર્ટફોન છે- iPhone 7 Plus અને હુવાવે P9.
ભારતમાં ગયા વર્ષે હુવાવે P9, LG G5, iPhone 7 Plus જેવા ડ્યુઅલ બેક કેમરા વાળા સ્માર્ટફોન આવ્યા છે. આ બધા પ્રીમીયમ સ્માર્ટફોન છે અને તેની કિંમત ૩૫,૦૦૦ રૂપિયાથી વધારે રહી છે. હવે આ ટેકનોલોજી એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં પણ દેખાવા લાગી છે, જેમકે ઝોલો બ્લેક. ૨૦૧૬ નાં અંતમાં ઓનર ૮ સ્માર્ટફોન ૩૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમત પર લોન્ચ થયો છે. પછી ૨૦૧૭ માં કૂલ ડ્યુઅલ અને ઓનર 6x જેવા સ્માર્ટફોન મીડ રેંજ લોન્ચ થયો છે.