ટ્રાયનાં નવા નિયમો બાદ બ્રોડકાસ્ટરોએ હવે ‘કવોલીટી ક્ધટેન્ટ’ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે
ટ્રાય દ્વારા કેબલ અને બ્રોડ કાસ્ટીંગ સર્વિસીસનાં નિયમોમાં અનેકગણા ફેરફારો કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે ડીટીએચ અને કેબલ બિલોમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળશે તેમ રેટીંગ એજન્સી આઈક્રાએ જણાવ્યું હતું. ગત સપ્તાહમાં ટ્રાય દ્વારા નવા નિયમો અનુસાર કેબલ ટીવી વપરાશકર્તા હવે અનેક ચેનલો જોઈ શકશે ઓછા ભાડા પર આ મુદ્દો ૧લી માર્ચ ૨૦૨૦ના રોજ અમલી બનાવાશે. ટ્રાય દ્વારા હાલ ટીવી વપરાશકર્તાઓ પ્રતિ માસ તમામ ફ્રી ટુ એર ચેનલો માટે ૧૬૦ રૂપિયા ભરે છે ત્યારે ટ્રાય દ્વારા નેટવર્ક કેપેસીટી ફીમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કરી રૂા.૧૩૦માં ૨૦૦ ચેનલ હવે જોઈ શકશે. આ બદલાવનાં કારણે ડાયરેકટ ટુ હોમ અને કેબલ બિલોમાં આશરે ૧૪ ટકાનો ઘટાડો જોવા મળશે અને ચેનલ વપરાશકર્તાઓ એલાકાર્ટા એટલે કે પોતાની મનપસંદ ચેનલોને સિલેકટ કરી શકશે તેમ રેટીંગ એજન્સી આઈક્રાએ જણાવ્યું હતું.
૨૦૧૭નાં ટેરીફ ઓર્ડરમાં ટ્રાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમામ બ્રોડ કાસ્ટરોએ તેમની ચેનલનો પ્રકાર જણાવવાનો રહેશે અને તે મુજબનાં ભાવો પણ નકકી કરી જણાવાના રહેશે પરંતુ ટ્રાયની અપેક્ષા મુજબનું એકપણ કાર્ય પૂર્ણ થયું ન હતું. જનરલ એન્ટરટેમેન્ટ ચેનલમાં જે ભાવો વધારે રાખવામાં આવ્યા હતા તેનાથી ટેરીફ પ્લાન સફળ નિવડયો ન હતો. ટેરીફ પ્લાનમાં ૩૩૦માંથી ૬૬ ચેનલોનાં ભાવ પ્રતિમાસ ૧૯ રૂપિયા રાખવામાં આવ્યા હતા. ટ્રાય દ્વારા જાહેર કરવામાં આવેલા ટેરીફ પ્લાન થકી વપરાશકર્તાઓના બિલમાં કુલ ૨૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આઈક્રા રેટીંગ એજન્સીનાં આસીસ્ટન્ટ વાઈસ પ્રેસીડેન્ટ સાક્ષી સુનેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જીઈસી એટલે કે જનરલ એન્ટરટેમેન્ટ ચેનલ અને સ્પોર્ટસ ચેનલોનાં ભાવ જે હાલ ૧૯ રૂપિયા રાખવામાં આવ્યા છે તે ઘટી પ્રતિમાસ રૂા.૧૨ કરવામાં આવે તેવી શકયતા પણ સેવાઈ રહી છે.
સાક્ષી સુનેજાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડીટીએચ અને કેબલ વપરાશકર્તાઓને વધુ આકર્ષિત કરવા માટે એલાકાર્ટા ચેનલો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તે અંગે તેઓને જાગૃત પણ કરાશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રેટીંગ એજન્સી આઈક્રાના માનવા મુજબ ચેનલ બુકેના ભાવમાં હવે વધારો નહીં થાય પરંતુ જે બુકેમાં વપરાશકર્તાઓને જે ચેનલો આપવામાં આવે છે તેમાં પણ કયાંકને કયાંક ઘટાડો કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા ચેનલ બુકેનો પ્રતિમાસનો ભાવ ૩૪૯ રૂપિયા રાખવામાં આવ્યો હતો જેમાં ૮૧ પે ચેનલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે ટ્રાય ભાવમાં કોઈપણ ફેરબદલ નહીં કરે પરંતુ ૮૧ પે ચેનલોની બદલે હવે ૫૧ ચેનલો આપશે તેવી શકયતા સેવાઈ રહી છે. આ નિયમો અમલી બનતાની સાથે જ જે ડીટીએચ અને કેબલ વપરાશકર્તા લોકોને જે ચેનલોની રેન્જ જોવામાં આવતી તે હવે નહીં મળી શકે. આ તકે આઈક્રાના વાઈસ પ્રેસિડેન્ટ કિંજલ શાહે જણાવ્યું હતું કે, ટ્રાય દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનાથી બ્રોડકાસ્ટરોની આવક ઉપર અસર પહોંચશે જેથી જે વપરાશકર્તાઓ સબસ્ક્રિપ્શન ભરી રહ્યા છે તે આવકમાં પણ ઘટાડો જોવા મળશે. કયાંકને કયાંક એવી પણ શકયતા જોવામાં આવી રહી છે કે, જે ચેનલમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં નામાંકિત ચેનલોનાં બદલે જે પ્રતિષ્ઠીત ચેનલો ન હોય તે ચેનલોને સમાવેશ કરવામાં આવશે જેથી હવે બ્રોડકાસ્ટરોએ તેમના ક્ધટેન્ટની કવોલીટી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.