પાકિસ્તાન અને અલ-કાયદાના સમર્થનમાં સુત્રોચ્ચારના પુરાવા એકત્ર કરી રહેલા ડીએસપીની હત્યાથી ચકચાર
જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાન સ્થિતિ ચિંતરેહાલ જોવા મળી રહી છે. શ્રીનગરની જામીયા મસ્જીદ બહાર સુરક્ષા બંદોબસ્તમાં રહેલા ડીએસપીની પાકિસ્તાન અને અલકાયદાના સમર્થનમાં સુત્રોચ્ચાર કરતા ટોળાએ ઘાતકી હત્યા કરતા સમગ્ર દેશમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
નમાઝીઓએ તેમની સુરક્ષા માટે તૈનાત ડીએસપીની પથ્થરમારી બર્બરતાપૂર્વક હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. શહિદ ડીએસપી આયુબ પંડિત નમાઝ વખતે સુરક્ષા માટે હાજર હતા. તે સમયે પાકિસ્તાન અને અલ કાયદાના સમર્થનમાં ટોળા દ્વારા સુત્રોચ્ચાર શ‚ થયા હતા. જેથી ડીએસપીએ મોબાઈલમાં વિડીયો શુટ કરવાનું શ‚ કયુર્ં હતું.
દરમિયાન તેમના ઉપર ટોળાની નજર જતા તેમના ઉપર પથ્થરમારો થયો હતો. જેથી ડીએસપીએ સ્વબચાવમાં પીસ્તોલથી હિંસાખારો ઉપર ફાયરીંગ કર્યું હતું. જેમાં કેટલાક શખ્સો ઘવાયા હતા. ત્યારબાદ ટોળાએ ડીએસપીને પકડીને પથ્થરમારો કરીને નિર્મમ હત્યા કરી હતી. ડીએસપીની હત્યા કરવાના પૂર્વઆયોજીત કાવત‚ હોવાનું માનવામાં આવે છે. જે જામીયા મસ્જીદ બહાર ડીએસપીની હત્યા થઈ તે મસ્જીદની અંદર અલગતાવાદી નેતા મિરવાઇઝ ઉમર ફારૂક છુપાયો હતો. હત્યા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે.