બીજો રાઉન્ડ પૂર્ણ છતા ૧૧૪૫માંથી ૬૦૫ બેઠકો ખાલી
ડેન્ટલ કોર્ષોનો જાણે હરિરસ ખાટો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. બીજો રાઉન્ડ પૂર્ણ થઈ જવા છતા હજુ અડધો અડધ બેઠકો ખાલી પડી છે. કુલ ૧૧૪૫ બેઠકોની સામે ૫૩ ટકા એટલેકે ૬૦૫ બેઠકો હજુ ખાલી છે.
ધી એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજયુએટ મેડીકલ કોર્ષિસ એસીપીયુજીએમઈસીનાં અધિકારીઓએ કહ્યુંં કે ૩૬૪૯ વિદ્યાર્થીઓકે જેઓ પ્રવેશ માટે એપ્લાય કર્યું છે. આથી શુક્રવારના રોજ ખરી વિગતો મળશે કે હજુ કેટલી બેઠકો ખાલી પડેલી છે.
ડેન્ટલ કોર્ષોની સાથે આયુર્વેદ કોર્ષોમાં પણ કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે. જેમાં કુલ ૫૯૦ જગ્યાઓમાંથી ૧૩૮ જગ્યાઓ ખાલી છે. જયારે હોમીયોપેથીની વાત કરીએ તો કુલ ૯૦૦ બેઠકોમાંથી ૪૫% બેઠકો ખાલી પડેલી છે. માત્ર ૪૯૫ બેઠકો જ ભરાઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એમબીએમાં ૨૭ ટકા સીટો ખાલી છે. ૧૦૯ કોલેજોમાં ૮૯૯૪માંથી ૨૩૯૮ સીટો બીજો રાઉન્ડ પૂર્ણ છતા ખાલી પડેલી છે.