વરસાદની મોસમ દરમિયાન ત્વચાની ખૂબ જ કાળજી કરવી પડે છે. આ સીજન દરમિયાન ત્વચા ખૂબ જ તૈલી થઈ જાઈ છે. આ સમસ્યાને ટાળવા બજારમાં મળતા અનેક મોંઘા ક્રીમ ઉપયોગ કરતા હોય છીએ પરંતુ તે લાંબો સમય સુધી લાભ આપી શકતા નથી . આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું જે તમને જે તમને વરસાદી ઋતુ દરમિયાન લાભ આપી શકશે.
૧) વરસાદની ઋતુમાં ચહેરાની કુદરતી ચમક જાળવી રાખવા માટે હળદર, લીંબુનો રસ ચણાના લોટમાં ઉમેરે પેસ્ટને ચહેરા પર લગાવો.
૨) પિમ્પ્લ્સથી છુટકારો મેળવવા માટે મુલતાની માટીમાં લવિંગની પેસ્ટ, ચંદન નો પાવડર તેમજ લીમડાના પાનનો પેસ્ટ કરી ચહેરાપર લગાવો.
૩) તૈલી તવ્ચાથી છુટકારો મેળવવા ગુલાબના પાણીને મુલતાની માટી માં ઉમેરી પેસ્ટ ત્યાર કરી ચહેરા પર લગાવો.