ગુજરાત ભરની ૧૬૨ નગરપાલિકા ઓના સફાઈ કામદારો ની વિવિધ માંગો ને લઈને ગુજરાત રાજ્ય સફાઈ કામદાર મહા મંડળ દ્વારા હડતાળ પર ઉતર્યા છે ત્યારે ધોરાજી નગરપાલિકા સફાઈ કર્મીઓ પણ જોડાયા છે સફાઈ કામદાર મહા મંડળ નાં નેજા હેઠળ વિવિધ માંગણી ઓ ને લઈને જેવી કે રોજમદાર માંથી કાયમી કરવા તેમજ પેન્શન પ્રથા લાગું કરવી તથા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે જેવી કુલ ૧૫ માંગણીઓ ને લઈને રાજય વ્યાપી સફાઈ કામદારો હડતાળ ઉતરી ગયા છે ત્યારે ધોરાજી નગરપાલિકા સફાઈ કર્મી ઓ પણ આ હડતાળ પર ટેંકો આપી હડતાળ ઉપર ઊતરી ગયા હતાં અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવેલ અને પોતાની માંગણી પૂરી કરવામાં આવી તેવી માંગ કરી હતી આ તકે ધોરાજી નગરપાલિકા નાં સફાઈ કામદારો આજરોજ હડતાળ રાખી વિરોધ વ્યકત કર્યો હતો આ હડતાળ ને લીધે ધોરાજી શહેર નાં વિસ્તારમાં કચરા ઢગલા ઓ જોવાં મળ્યા હતાં.
Trending
- શિયાળામાં ઈલેક્ટ્રિક કાર ચાલકો માટે આ ટીપ્સ યુઝફૂલ
- કાર્તિક પૂર્ણિમામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર
- GAIL (India) Limited એ 261 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત
- હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા એસઓપી જાહેર થશે
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?
- ગુલાબી ઠંડીમાં સ્કિનની સંભાળ આ રીતે રાખો….
- શરથ જોઈસને બનવું હતું ક્રિકેટર અને બની ગયા વૈશ્વિક યોગગુરુ