લક્ષ્મીનગર પાસે પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને લમધાર્યો
રાજકોટના સરધાર હરીપરમાં નશાખોર શખ્સે દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી માર માર્યો હતો પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો જ્યારે લક્ષ્મીનગર પાસે પારકા ઝઘડામાં પડેલા યુવાનને લમધાર્યો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ તાલુકાના સરધાર હરીપર ગામે રહેતા હંસાબેન નાનજીભાઈ પરમાર નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પતિ નાનજી પરમારે દારૂના નશામાં ઝઘડો કરી પત્ની હંસાબેન પરમારને માર માર્યો હતો.
પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નાનામવા મેઈન મેન રોડ ઉપર આવેલા લક્ષ્મીનગરમાં રહેતા પ્રદીપ અમુભાઈ ભોજાણી નામનો 28 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે અન્યના ડખામાં વચ્ચે પડતા ઉગા સહિતના શખ્સોએ માર માર્યો હતો. પ્રદીપ ભોજાણીને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.