ડ્રગ્સ પકડવામાં ડ્રગ્સ રીવોર્ડ પોલીસી મહત્વપૂર્ણ સાબિત થઈ, કોંગ્રેસ પોલીસનું મનોબળ તોડવાનું કામ બંધ કરે: ગૃહમંત્રી
ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે રાજય સરકાર દ્વારા અપનાવવામાં આવેલી ડ્રગ્સ રીવોર્ડ પોલીસી ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થઈરહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 6500 કરોડના ડ્રગ્સ સાથે 740 ગુનેગારોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાત દિવસ જોયા વિના ડ્રગ્સ પકડવાનું કામ કરતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કામ બંધ કરે તેવો પ્રહાર ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે,
ગૃહ રાજયમંત્રી હર્ષસંધવીએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુંનથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 740 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. આટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક ’ડ્રગ્સ રીવોર્ડ પોલિસી’ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે એમ જણાવી મંત્રી એ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ. એટલું જ નહિ, ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે.
મંત્રીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.