• ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે પાડયા દરોડા
  • 112 કિલો જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત
  • 4 આરોપીઓની કરાઇ ધરપકડ

Gujrat : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. દરિયા કિનારા બાદ હવે ફેક્ટરીઓમાં પણ ડ્રગ્સના જથ્થા ઝડપાઇ રહ્યાં છે. અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું કોકેન પકડાયા બાદ હવે દાહોદ મધ્ય પ્રદેશની સરહદ પરની ફેક્ટરીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

જાંબુઆ જિલ્લાના મેઘનગર જીઆઈડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દરોડો પાડીને 168 કરોડ રૂપિયાની કિંમતનો 112 કિલો જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ સમગ્ર બનાવ અંગે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી  માહિતી મુજબ, મેઘનગર GIDC વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ કંપનીમાં દિલ્હીની ડીઆરઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ્સ પાવડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળીને  કુલ 112 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને કંપનીને સીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.