જવાહરલાલ નેહરુ બંદર પર પહોંચેલા ક્ધટેનરમાંથી 20 ટનથી વધુ લિકરિસ-કોટેડ હેરોઈન મળી આવ્યું : તપાસનો ધમધમાટ
ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલ ઝુંબેશમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈના જવાહરલાલ નેહરુ બંદર પર પહોંચેલા ક્ધટેનરમાંથી 20 ટનથી વધુ લિકરિસ-કોટેડ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. મુંબઈમાં આ અત્યાર સુધીની સૌથી મોટી હેરોઈન જપ્તી હોવાનું કહેવાય છે. તેની કિંમત અંદાજે 1700 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલામાં મુંબઈ અને એનસીબીની ઘણી ટીમો તપાસમાં લાગેલી છે. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં, પોલીસ દ્વારા હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ક્ધટેનર એક જહાજમાં લોડ કરવામાં આવ્યું હતું, જે તાજેતરમાં બંદર પર પહોંચ્યું હતું. તપાસ દરમિયાન ક્ધટેનરમાંથી 22 ટન હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1725 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
આ બંદર ઉપરથી અગાઉ અનેક વખત ઝડપાયું છે ડ્રગ્સ
ગત જુલાઈ મહિનામાં નહાવા શેવા બંદરે જ એક ક્ધટેનરમાંથી લગભગ 73 કિલો હેરોઈનનો જંગી ક્ધસાઈનમેન્ટ ઝડપાયો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 365 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. પંજાબ અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ રિકવરી કરવામાં આવી હતી. તે જ સમયે, જુલાઈ 2021 માં આ પોર્ટ પરથી 300 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ રિકવરી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીંથી ઘણી વખત ડ્રગ્સ પણ મળી આવ્યું છે. અહીં મોટાભાગનું હેરોઈન અફઘાનિસ્તાનથી મોકલવામાં આવે છે.