• ગુજરાતમાં ડ્ર્ગસ ઝડપાવાનો સિલસિલો યથાવત
  • દરિયાકાંઠે SOG ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિન વારસો હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા

ગુજરાત ન્યૂઝ : આજે પોરબંદરના દરિયાકાંઠેથી પણ  ડ્રગ્સનો બિનવારસી જથ્થો મળ્યો છે. ગીર સોમનાથના માછીમારની માહિતીને આધારે જથ્થો મળ્યો છે . સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી પર સર્ચ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે. હજુ પણ દરિયાઇ કાંઠેથી ડ્રગ્સના પેકેટ મળે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. ડ્રગ્સ ભરેલ કોઈ મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.

ઓડદર ગામ નજીકના દરિયાકાંઠે SOG ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિન વારસો હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા છે . બે તૂટેલા અને સીલપેક એક પેકેટ મળી લગભગ ચાર કિલો જેટલો ચોરસ નો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે .  દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સમયે ફેંકી દેવાયેલું ચરસ નો જથ્થો કાંઠા સુધી પહોંચ્યો હોવાનું પોલીસનું અનુમાન છે .

અશોક થાન્કી 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.