• દિલ્લીથી ઝડપાયેલા ડ્રગ્સનું ગુજરાત કનેક્શન
  • ગુજરાત અને દિલ્લી પોલીસનું સંયુક્ત ઓપરેશન : કંપનીના ત્રણ ડિરેક્ટરોની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી દિલ્હી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો છે. કંપનીમાંથી જપ્ત કરાયેલા રો મટીરીયલમાંથી કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવી શકાય છે. પોલીસે કંપનીના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધી અટકાયત કરી છે. આ કંપની 2016માં કાર્યરત થઇ હતી અને તે ઇન્ટરમીડીએટ ડ્રગ્સ બનાવવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુરા અને રમેશ નગરમાંથી ઝડપાયેલાં 5000 કરોડથી વધુના ડ્રગ્સ કૌભાંડનો રેલો ભરૂચના અંકલેશ્વર સુધી આવ્યો છે. ડ્રગ્સકાંડના આરોપીઓ પાસેથી મળેલી વિગતોના આધારે દિલ્હી અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર 3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં છાપો માર્યો હતો. કંપનીમાં તપાસ કરવામાં આવતાં 518 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથનો જથ્થો મળી આવ્યો હતો.

આ રો- મટીરીયલ કોકેઇન અને મેથ એમ બંને પ્રકારના ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય તેવું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. કંપનીમાંથી મળેલા મટીરીયલની બજાર કિમંત 5,100 કરોડથી વધુ હોવાની માહિતી છે. સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સનું મટીરીયલ મળી આવ્યાં બાદ કંપનીના ડીરેકટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય ભેંસાણીયા સહિત 5 આરોપી સામે ગુનો નોંધી ત્રણની અટકાયત કરવામાં આવી છે.

ભરૂચ પોલીસની ટીમોએ બે વર્ષ પહેલાં પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલોપમેન્ટ કંપનીમાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી.કંપનીમાં બીજા માળે બનાવેલા રીએક્ટરમાંથી 1,300 લીટર લિકવિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે સોલિડ ફોમમાં 83 કિલો એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.પોલીસે રૂ.1383 કરોડનું ડ્રગ્સ, 13.24 લાખનું અન્ય ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ્સ, અન્ય દસ્તાવેજો અને 75 હજારના બે મોબાઇલ કબ્જે કર્યા હતાં.

1 ઓક્ટોબરે દિલ્હી પોલીસે મહિપાલપુરમાંથી 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ પછી, 10 ઓક્ટોબરે તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી 208 કિલો કોકેઈન મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો.

ગુજરાત, રાજસ્થાન, એમપી સહિતના રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરાય તે પૂર્વે જ દરોડો

ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર ૠઈંઉઈમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ એટલે કે 518 કિલો કોકેઈન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 હજાર કરોડ થવા જાય છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ દિલ્હીની કંપનીએ 518 કિલો કોકેઈન ઓર્ડર આપીને બનાવડાવ્યું હતું. આ કોકેઇન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં લઈ જવાનું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ડ્રગ્સ સપ્લાય કરવાનું હોવાની માહિતી મળી રહી છે.

ડ્રગ્સ માફિયાઓનો નવો કીમિયો

અંકલેશ્વરની આવકાર કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી ગયો છે. કંપનીમાં દવાઓ બનાવવા કેમિકલનો ઉપયોગ કરાયો હતો. ડ્રગ્સ માફિયાઓનો નવો કારસો જોવા મળ્યો છે કારણ કે દિલ્હીની કંપનીએ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. માફિયાઓ નાની કંપનીઓમાં ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવે છે. હવે એ દિશામાં તપાસ કરાઇ રહી છે કે આવકાર કંપનીને ડ્રગ્સ બનાવવાના અન્ય ઓર્ડર મળ્યા છે કે કેમ….

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.