રાજયમાં ડ્રગ્સ અને દારુના ધંધાર્થીઓ પર પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજકોટમાં 197.45 કરોડની કિંમતની 1.66 લાખ બોટલ વિદેશી દારુ પકડાયો છે. બે વર્ષમાં રાજકોટ પોલીસે રુા.3.94 કરોડની કિંમતનો 23.11 લાખ લિટર દેશી દારુ તેમજ રુા.10.47 કરોડની કિંમતના 12.27 લાખ બિયરના ટીન અને રુા. 10.32 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધું છે. 123 શખ્સોની દારુ અને ડ્રગ્સના ગુનામાં પકડવાના બાકી છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા ડ્રગ્સ અને દારુ અંગેની ગૃહ વિભાગ દ્વારા રાજયના 25 જિલ્લામાં બે વર્ષ દરમિયાન ડ્રગ્સ અને દારુ અંગે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીના સતાવાર આકડા જાહેર કર્યા હતા. રાજયમાં બે વર્ષમાં 4 હજાર કરોડથી વધુની કિંમતનું અફિક, ચરસ, હેરોઇન અને ગોજો પકડાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસે રુા.19744 21059ની કિંમતનો 16603737 બોટલ વિદેશી દારુ, 39438903 કિંમતનો 2311353 લિટર દેશી દારુ, રુા.104799853ની કિંમતના 1227987 બિયરના ટીન અને 4 હજહાર કરોડની કિંમતના નશીલા પર્દાથનો જંગી જથ્થો કબ્જે કર્યો છે. દારુ અને ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા 2987 શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.રાજયના યુવા ધન દારુ અને ડ્રગ્સના રવાડે ચડી બરબાદ થઇ રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં પાડોશી રાજયમાંથી કંઇ રીતે ડ્રગ્સ અને દારુ ઘસાડવામાં આવે છે તે અંગે કડક કાર્યવાહી કરવા માગ થઇ રહી છે. દારુ અને ડ્રગ્સના આંકડા ચોકાવનારા છે.
પોલીસ દ્વારા ડ્રગ્સ અને દારુ પકડયો તેના દસ ગણનો દારુ અને ડ્રગ્સ ઘુસાડી વેચાણ કરવામાં આવ્યાની શંકા વ્યક્ત થઇ રહી છે.