- ભરૂચ નજીક પાનોલી જીઆઇડીસીમાં 513 કિલો અને વડોદરાના સાવલી નજીક કેમિકલ ફેકટરી માંથી 225 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો કબ્જે
- ગુજરાત એટીએસ, એસઓજી અને મુંબઇ એન્ટી નાર્કોટિકસ સેલની ટીમે ડ્રગ્સ કાંડનો કર્યો પર્દાફાશ
- મેફેડ્રોન ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલી મહિલા સહિત સાતની ધરપકડ
ધંધૂકા અને બરવાળા ખાતે તાજેતરમાં જ કેમિકલનો નશો કરવાન કારણે 55 જેટલા શ્રમજીવીઓએ જીવ ગુમાતા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ દવાની આડમાં મેફેડ્રોન ડ્રગ્સનું અનઅધિકૃત રીતે ઉત્પાદન કરી નશો કરવા માટે વેચાણ થતું અટકાવવા ગુજરાત એટીએસ, એસઓજી અને મુંબઇની એન્ટી નાર્કોટિસ સેલની ટીમ દ્વારા વડોદરાના સાવલી અને અંકલેશ્ર્વર ખાતેના વેરા હાઉસ અને કેમિકલ ફેકટરીઓ પર દરોડા પાડી રૂ.2151 કરોડની કિંમતનું 738 કિલો MD ડ્રગ્સ સાથે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.
કેમિકલ પ્રોડકની આડમાં નસીલા પર્દાથના ઉત્પાદન કરી યુવા ધનને પાયમાલ કરવાના ષડયંત્રનો પર્દાફાંસ કર્યો છે. 738 કિલો મેફેડ્રોન ડગ્સનો જંગી જથ્થો મળી આવતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો. ડ્રગ્સકાંડના મુળ સુધી પહોચવા પોલીસ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડાનો દોર જારી રાખ્યો છે.
અને ટૂક સમયમાં જ મોટા ધડાકા ભડાકા થવાના નિર્દેશ મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની વર્ષ 2017 માં શરૂ થઇ હતી.5 એફ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયઝ અને ડાય ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરવાનું હતું.જોકે આજે આ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વેલી યુનિટે MD ડ્રગ્સના 1000 કરોડ ઉપરાંતના જથ્થાનો ઘટસ્ફોટ થયો છે.
આ ઓપરેશનમાં એટીએસના આધારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે ભરૂચ એસ.ઓ.જી.પી.આઈ. વી.બી. કોઠીયા અને એલસીબી પી.આઈ. કરણસિંહ મંડોરા સહિતના જોડાયા હતા. કેમિકલ ડાયઝ ના નામે MD ડ્રગ્સના આ કારોબારમાં સોમવાર સાંજથી દરોડાની કામગીરી ચાલી રહી છે.
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં ડ્રગ્સની આ મોટી રેડમાં સૌથી વિપુલ જથ્થો પકડાયો છે. લગભગ 513 કિલો એમ.ડી. ડ્રગ્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 1026 કરોડ જેટલી થાય છે.ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ 1000 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની વિગતો બહાર આવી છે.
ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે દરોડા પાડી અંદાજીત 513 કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો ખઉ ડ્રગ્સ પકડી પાડતા કુલ કિમત 1383 કરોડ થાય છે.
સાવલીના મોક્ષી ગામે વડોદરા SOG અને ગુજરાત ATS એમ બંને દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે ATS અને SOGએ દરોડા પાડ્યા હતા. દરમ્યાન નેક્ટર કેમ કેમિકલની ફેક્ટરીમાંથી ATSને અંદાજિત 1000 કરોડથી વધુ કિંમતનો 200 કિલો ખઉ ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો.
આ મામલે ઋજકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.મોક્ષી ગામમાં આવેલી નેક્ટર કેમ્પ કંપનીની ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હોવાની માહિતી સામે આવી અને કંપનીની પાછળના ભાગે ખઉ ડ્રગ્સ બનાવવામાં આવતુ હતું. આ માહિતી મળતા જ ગુજરાત ATS અને વડોદરા SOGના 25થી વધુની ટીમે ઘટનાસ્થળે જઇને દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખઉ ડ્રગ્સ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.