- વિદેશ અભ્યાસ માટે કેનેડા, યુ.એસ, યુ.કે અને ઓસ્ટ્રેલિયા પ્રથમ પસંદગી : અભ્યાસ અર્થે મસમોટી લોનો લેવી પડે છે
હાલ વિદેશ અભ્યાસ અર્થે જનાર તેજસ્વી વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થઈ રહી છે કારણ કે હાલના તબક્કે વિદેશ અભ્યાસ માટે કેનેડા, યુ.એસ, યુ.કે અને ઓસ્ટ્રેલિયા પ્રથમ પસંદગી બની છે અને અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓએ ખૂબ મોટી લોન આશરે 20 થી 40 લાખની લેવી પડે છે પરંતુ હાલ કેનેડામાં બેરોજગારીનું પ્રમાણ હોવાના પગલે ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને તેઓ લીધેલી લોનની ભરપાઈ પણ કરી શકતા નથી અને પરિણામ સ્વરૂપે આ તેજસ્વી વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડી જાય છે. આ પ્રકારની એક નહીં અનેક ફરિયાદો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે જેમાં ગુજરાન ચલાવવામાં પણ ફાફા પડે છે અને અંતે ઉછીના ઉધારા કરી આ જ વિદ્યાર્થીઓએ ડ્રગ્સના આદિ બની રહ્યા છે.
માત્ર કેનેડા જ નહીં પરંતુ આ તમામ મોટા દેશોમાં ક્યાંકને ક્યાંક આ પ્રકારની જ સ્થિતિ જોવા મળે છે. જ્યારે આગળ વધવું મુશ્કેલ બને છે, ત્યારે ઘણા યુવાન સ્વપ્ન જોનારાઓનું જીવન બરબાદ થઈ જાય છે. શિક્ષણ અને નોકરીની શોધમાં કેનેડા ગયેલા ભારતના વિવિધ પ્રદેશોના ઘણા વિદ્યાર્થીઓ સાથે આવું જ બન્યું છે. કેનેડા સ્થિત કાઉન્સેલર્સના જણાવ્યા અનુસાર, દેશમાં વધતી જતી બેરોજગારીની સમસ્યાએ ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ડ્રગ અને આલ્કોહોલના દુરુપયોગના ખતરનાક ચક્રમાં ધકેલી દીધા છે, તેમજ તણાવનો સામનો કરવા માટે ડિપ્રેશનના સ્તરમાં વધારો અને ઉપચાર સત્રોમાં વધારો કર્યો છે. કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વધુને વધુ મારિજુઆના અને કોકેઈન, એકસ્ટસી જેવી ભ્રામક દવાઓ અને ફેન્ટાનીલ જેવી ઓપિયોઇડ્સ તરફ વળ્યા છે, જ્યારે મોટા પાયે શૈક્ષણિક દેવું, જીવનનિર્વાહના અતિશય ખર્ચ અને બેરોજગારીના આર્થિક પતનથી નાણાકીય તણાવના ભાર હેઠળ સંઘર્ષ કરી રહ્યા છે.