ગુજરાતમાં ઘુસાડેલા ડ્રગ્સના પૈસાથી દેશને રકતરંજીત કરવાનું કાવતરૂ ખૂલ્યું
ગુજરાત એન્ટી ટેરેરીઝમ સ્કવોર્ડ દાવો કર્યો છે કે ગુજરાતનાં દરિયાકાંઠેથી આવતા ૩૦૦ કિલો હેરોઈનની આવક આતંકી જૈશ-એ-મોહમ્મદના ખીસ્સામાં જતી હતી એટીએસના સુત્રોનું કહેવું છેકે કાશ્મીરનો અખરોટનો વેપાર મન્ઝૂર મીર કડી રૂપ બનતોહતો તે પીઓકે પાસેથી અખરોટ અને કાર્પેટ ખરીદવાના બહાને વેચાયેલા ડ્રગ્સના કિંમતો જૈશ-એ-મોહમદને આપતો હતો. આ સંગઠન આતંકવાદી મૌલાના મસુદ અઝહર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસે ઓગષ્ટ ૨૦૧૮માં દાણચોરી કરતા હેરોઈનના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જે પાકિસ્તાનથી ગુજરાત અને ત્યાંથી પંજાબ મોકલવામાં આવતું હતુ.૧૨મી ઓગષ્ટના રોજ એટીએસે જામસલાયાના અઝીઝ ભાગાદ અને રફીક સુમરાને માંડવી બીચ પાસેથી ૫ કિલો હેરોઈન સાથે ઝડપ્યા હતા. બાદમાં પ્રકાશમા આવ્યું કે ગુજરાતનાં દરિયા કિનારે ૩૦૦ કિલો હેરોઈનનું સ્મગલીગ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલું છે ભગાદ અને સુમરા બાદ વધુ બે માફીયા નારીઝ ઠાકર અને રાજુ દુબઈ અલિયાસની ધરપકડ કરવામાં આવી રાજુ ગુજરાતમાંથી નેપાળમાં સ્મગલીંગ કરતી વખ્તે બોર્ડર પાસેતી ઝડપાયો હતો અને તેને સાત દિવસની રીમાન્ડ ઉપર રાખવામાં આવ્યો હતો.