‘નશા મુકત ભારત’ અભિયાન અંતર્ગત પસંદગી પામેલા દેશના ૨૭૨ જિલ્લામાં રાજકોટનો સમાવેશ

ભારત સરકારના નશામુકત ભારત અભિયાનના અમલીકરણ માટે રાજકોટમાં ડિસ્ટ્રીકટ લેવલ નશામુકત કેમ્પેઇન કમિટીની બેઠક નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાના અધ્યક્ષસને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યુ હતું કે આપણા સૌની સામાજિક જવાબદારી છે કે આપણો સમાજ વ્યસન મુકત બને. આપણી શાળા-કોલેજની આજુબાજુ કયાય જ  પાન, ગુટખા સિગારેટનું વેચાણ વું જોઇએ નહી. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ ના સ્વાતંત્ર્ય પર્વી નશામુકત ભારત અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ત્યારે આપણે સૌ સરકારી સ્તરે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને વ્યસન મુકિતના નશામુકત ભારત અભિયાનના અમલીકરણ માટે કાર્ય કરીએ. સોશ્યિલ મિડિયાના વેબિનાર, ફેસબુક સહિતના માધ્યમ દ્વારા શાળા કોલેજોના વિર્ધાીઓ, વાલીઓ, શિક્ષકો સહિતના જે લોકોને વ્યસન છે તેઓને વ્યસન છોડાવવા માટે જનજાગૃતિનું કાર્ય કરીએ. તેમ  પંડ્યા એ ઉમેર્યું હતું.

ભારત સરકાર દ્વારા નશામુકત ભારત અભિયાન માટે  દેશના ૨૭૨ જિલ્લા અને ગુજરાતના ૮ જિલ્લાની પસંદગી ઇ છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ યો છે. ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ ી શરૂ ઇ ચૂકયુ છે જે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ચાલશે. તેમ સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીર ગોસ્વામીએ જણાવ્યું હતું.આ પ્રસંગે નશામુકત ભારત અભિયાન માટેની યોજનાકીય જાણકારી રજૂ કરાઇ હતી. તેમજ આ નશામુકત ભારત અભિયાનના કેમ્પેઇનની રાજકોટની જિલ્લા કક્ષાની કમીટીની રચના કરાઇ હતી  તા અમલીકરણ ખાતાઓ સબંધિત કાર્યવાહીની જાણકારી અપાઇ હતી.

આ કમીટીના અધ્યક્ષ જિલ્લા કલેકટર રેમ્યા મોહન છે. આ અભિયાનમાં અવેરનેસ કાર્યક્રમો કરવા, ડ્રગ્સ પીડીતોની ઓળખ કરી તેમને કાઉન્સેલીંગ સેન્ટરમાં રીફર કરવા સહિતના કાર્યોની રૂપરેખા રજૂ કરાઇ હતી.આ બેઠકનું સંચાલન પ્રોબેશન ઓફિસર એમ.પી.પંડિતે કર્યું હતું. આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્તિ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.